SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ એને આ જાતિનું સુખ પમાડવાને સમર્થ છે? નહિ, તો વર્તમાન સાધના એ ભમ નથી ? ઇષ્ટપ્રાપ્તિની અવરોધક નથી ? સાધક માત્ર આ પ્રશ્ન વિચારવા જેવો છે. જે કામનાથી જે પ્રયત્ન કરવામાં આવતો હોય, તે કામનાથી વિપરીત પરિણામ જો તેજ પ્રયત્નથી આવતું હોય અગર તો તે પ્રયત્નથી તે કામના સિદ્ધ થતી ન હોય, તો તેના કારણનો તો વિચાર કરવો જોઇએ ને ? સાદામાં સાદી રીતિએ પણ આ પ્રશ્નને વિચારી શકાય છે. દુઃખરતિ, સંપૂર્ણ અને શાશ્વત સુખ, શું નાશવત્ત સાધનોથી પ્રાપ્ય છે ? જે સાધનો પોતે જ નાશવન્ત છે, જે સાધનો પોતે જ પરિવર્તનના સ્વભાવવાળાં છે, તે સાધનો શાશ્વત સુખ કેમ જ આપી શકે? ધન, સ્ત્રી, કીર્તિ, સત્તા અને પુત્રપરિવાર આદિને સુખનાં સાધનો તરીકે કલ્પનાર જરા થોભે. વિવેકી બની વિચાર કરે. એમાંની કયી વસ્તુ શાશ્વત છે કે અલ્પતા આદિ પરિવર્તનને પામવાની શકયતાથી પર છે ? એક પણ નહિ. કેઇ ધનવાનો ભિખારી થઇ ગયા અને કેદ કીતિશાલિઓ ભયંકર કલંકના ભોગ બની બુરે હાલે મર્યા. કે સત્તાશાલીઓ સત્તા ગુમાવી બેઠા, એમ ઇતિહાસ કહે છે અને સ્ત્રી તથા પુત્રપરિવાર આદિનો નાશ તો નિર્માએલો જ છે. આમ છતાં માનો કેધન મળ્યું, કીતિમણી, સત્તા મળી અને સ્ત્રી તથા પુત્રપરિવાર આદિની ય પ્રાપ્તિ થઇ ગઇ : માનો કે એ બધુંય આપણી પાસે બરાબર વિદ્યમાન રહ્યું. પણ એક દિવસ આપણું મૃત્યુ તો નિયત છે ને ? આજ સુધીમાં કોઇ એવો જભ્યો નથી અને ભવિષ્યના અનન્ત કાળમાંય કોઇ એવો જન્મવાનો નથી, કે જેનું મૃત્યુ ન થાય જન્મની સાથે મૃત્યુ તો સંકળાયેલું જ છે. આ સંસારમાં એવો જન્મ સંભવિત જ નથી, કે જે જન્મ મૃત્યુ સાથે સંકળાયેલો ન હોય. હાં, એવું મૃત્યુ જરૂર સંભવિત છે, કે જે તેવા જન્મ સાથે સંકળાયેલુ ન હોય : અને એવું મૃત્યુ જ, તે પછીની આપણી દુઃખરહિત, સંપૂર્ણ અને શાશ્વત સુખવાળી દશાનું સૂચક છે. આ સંસારમાં આપણે એવા મૃત્યુને નિકટમાં લાવવાનો પ્રયાસ કરવાનો છે અને એજ સાચી સાધના છે. એ સિવાયની જે કોઇ સાધના છે, તે નામ માત્રની સાધના છે. એવી સાધનાઓ તથા વારા ગુમાવી
SR No.023107
Book TitleChaud Gunsthanak Part 01 Gunsthanak 1
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy