SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૯ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ કંટાળો આપશે. તમારું મન એકાગ્ર મને તીક્ષ્ણ બનશે. તમે વધારે ધ્યાનઅવસ્થામાં રહેવા તત્પર થશો. તમે દિવ્ય સુવાસ, દિવ્ય પ્રકાશ અને દિવ્ય સ્વાદ અનુભવશો. દરેક રૂપો ઇશ્વરનાં જ છે તે ભાવના કતર બનશે. દરેક જગાએ તમે ઇશ્વરનું અસ્તિત્વ નીરખશો. તમે ઇશ્વરનું સાનિધ્ય અનુભવશો. તમારું આસન સ્થિર બનશે. નિ:સ્વાર્થ સેવા માટે તમારું હૃદય આતુર બનશે. તમે આધ્યાત્મિક રસ્તે સ્થિર છો, પાછા હઠો છો કે આગળ વધો છો તેનું સતત નિરીક્ષણ કરો. જો તમારાં પ, ધ્યાન અથવા વેદાંતના વિચાર તમારા માયાના પડદાને દ્રઢ બનાવતાં હોય અને તમારા અહંકારને પોષતાં હોય તો તે આધ્યાત્મિક સાધના નથી. આ વાતનું ધ્યાન રાખો. સતત આત્મનિરીક્ષણ કરો અને નિર્દયપણે અહંકારનો નાશ કરો. આ અગત્યની સાધના છે. અહંકાર ચોરની માફક પેસી જો અને બહુરૂપીની માફક અનેક રૂપો ધારણ કરશે. અવનતિની શક્યતા : જ્યારે તમને સાક્ષાત્કારની અવારનવાર થોડી ઝાંખી થાય ત્યારે સાધના બંધ કરી દેશો નહીં. જ્યાં સુધી તમે સંપૂર્ણપણે પૂર્ણ બ્રહ્મમાંભૂમામાં સ્થિર થાઓ ત્યાં સુધી સાધના ચાલુ રાખો. આ ખૂબ અગત્યનું છે. જો તમે સાધના બંધ કરી જગતમાં હરશો ફરશો તો અવનતિની પૂરેપૂરી શકયતા છે. આની પ્રતિક્રિયા ખૂબ જ ભયંકર હોય છે. આ માટે અસંખ્ય દાખલાઓ મોજૂદ છે. જરાક ઝાંખી તમને પૂર્ણ સલામતી બક્ષતી નથી. નામ અને કીતિમાં લોભાઇ ન શો. તમે તમારી પત્ની, સંતાન, માતાપિતા, મિત્રો અને સંબંધીનો ત્યાગ કરી શકો. પણ નામ અને કીર્તિની ત્યાગ કરવો અતિ કઠિન છે. હું તમને આ ગંભીરપણે ચેતવણી આપું છું. જે માણસ આત્મામાંથી સુખ પ્રાપ્તિ કરી શકે છે તેને બાહ્ય વસ્તુના સુખની જરા પણ પરવા રહેતી નથી. જગતના માણસો માટે જગત એક મહાન વસ્તુ છે. બ્રહ્મવેત્તા માટે તે તણખલા સમાન છે. બ્રહ્મજ્ઞાની માટે તો સંસાર એક બિંદુ, એક પરપોટો અને હવાનું સૂક્ષ્મ
SR No.023107
Book TitleChaud Gunsthanak Part 01 Gunsthanak 1
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy