SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૩ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ માર્ગદર્શન છે. વ્યવહારમાં અધ્યાત્મનું આવું સુંદર સંમિશ્રણ કરનાર ધન્ય જ ગણાય ને ? અંદરના ઉચ્ચાલન : વૃંદા નામની એક વિદ્યાર્થિનીને જ્યારે પ્રાર્થનપ્રવૃત્તિમાં રસ પડ્યો ત્યારે એણે નિયમિત પ્રાર્થના કરવાનું વત લીધું. પરદેશ ગયેલા એના મોટભાઇ પાછા આવ્યાત્યારે એ વૃંદામાં થઇ ગયેલાં અમૂલ પરિવર્તનને જોઇને ચકિત જ થઇ ગયા. બહેના, તું તો સાવ બદલાઇ ગઇ. તારી ધમાલ કયાં ગઈ ? ભાઇએ પૂછ્યું. ભગવાન પાસે. ભગવાન જેવો શબ્દ તારા મોંમાં ? આ શું વાત કરે છે તું ? મેં પ્રાર્થના કરવા માંડી ને મારું જીવન બદલાઈ ગયું. બહુ રસભરી વાત કરી તે. આ શી રીતે બન્યું ? આની પાછળ એક મોટો વૈજ્ઞાનિક નિયમ કામ કરે છે. તમે બે ઘડી ભગવાનની વાત છેટી રાખો તોપણ પેલા અચેતન મન ઉપર પ્રાર્થના અને શુભ વિચારની અસર પડે છે જ. બાહ્ય મનની ધમાલ અને ગૂંચો પણ ઉકેલાવા લાગે છે. અંતરતમ નિર્મળ બને છે. ભીતરની સ્વસ્થતા વધે છે. આમ પ્રાર્થના પ્રભુને નહીં. આપણને બદલે છે. ને પરિવર્તન તો સુભગ જ હોય ને ? પ્રભુને ગમતું : એક સુંદર જર્મન રૂપકકથા છે. એમાં શિયાળાની રાતનું વર્ણન છે. કાળી ડિબાંગ રાત છે. ચારે તરફ સખત બરફ પડ્યો છે. શ્રીમંતો પોતાના હૂંફાળા મહાલયોમાં ઢબરાઈ ગયા છે. ગરીબોએ પણ પોતપોતાની ઝુંપડીઓમાં તાપણાં કર્યા છે. પ્રાણી ને પંખીઓ પણ એકબીજાની હુંફ ગરમી મેળવીને ટકી જવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ધરતી તો ધરતી, સ્વર્ગમાં પણ ઠંડીનો કડાકો બોલી ગયો છે.
SR No.023107
Book TitleChaud Gunsthanak Part 01 Gunsthanak 1
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy