SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ છે. વિશ્વ સાહિત્યમાં અને ફિલસુફીમાં અલ મુસ્તફા અમર બની ગયા છે. એમને એક શિષ્યા પૂછે છે : અને ગુરૂદેવ અમને પ્રાર્થના વિશે કહો. તમે શ્રદ્ધા વિશે જાણી લેશો તો પ્રાર્થના વિશે જાણવાની કોઇ જરૂર નહીં રહે. પછી એ પ્રાર્થના અને શ્રદ્ધા બન્ને વિશે સુંદર વાર્તાલાપ કરે છે પણ એમનો મૂળ મુદી એ છે કે જેના અંતરમાં શ્રદ્ધા નથી એ પ્રાર્થનાનો પૂરો લાભ કયારેય નહીં લઇ શકે. આ શ્રદ્ધા અને સમર્પણની એક બેલડી છે. હિન્દીનાં જાણીતાં કવયિત્રી મહાદેવી વર્મા પાસે એક સાધિકાએ માર્ગદર્શન માટે વિનંતિ કરેલી. શું માર્ગદર્શન જોઇએ છે ? મહાદેવીએ પૂછ્યું. મને જીવન ઉદ્વારનો રાહ બતાવો. સમર્પણ એ જ રાહ. આટલું જ ? હા, પરમાત્માને શરણે તારું સર્વસ્વ સમર્પિત કરી દે. તને સર્વ કંઇ મળી જશે. આ જ મહાદેવજીએ અન્યત્ર લખ્યું છે : સમર્પણ એ પણ શ્રદ્ધાયુકત પ્રાર્થનાની પહેલી શરત. અનન્ય નિષ્ઠા : યુરોપમાં નોલ નામના એક મહાન સંત થઇ ગયા. પ્રભુના નામના ઘોષ ગજાવતા ગજાવતા એ સ્કોટલેન્ડ જઈ પહોંચ્યા. ત્યાંના માણસો પશુઓ કરતાં પણ બદતર જીવન જીવતા હતા. એમનું હૃદયપરિવર્તન કરવા એમણે ખૂબ જ પ્રયત્નો કર્યા. અનેક પ્રવચનો કર્યા, પણ કંઇ ના વળ્યું. એમણે પોતાના મનને તપાસવા માંડ્યું. અંદરથી આદેશ આવ્યો કે હવે માત્ર પ્રાર્થનાનો જ રસ્તો બાકી રહ્યો છે. તરત જ પ્રાર્થના શરૂ કરી. એ પરમાત્માને રાત દિવસ પ્રાર્થવા લાગ્યા કે, પ્રભુ, આ લોકોનું હૃદય પરિવર્તન કરાવ અથવા મને ઉપાડી લે. એમની પ્રાર્થના પરમાત્માએ સાંભળી જ.
SR No.023107
Book TitleChaud Gunsthanak Part 01 Gunsthanak 1
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy