SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પરિશિષ્ટ- ૧ આત્માની યાત્રામાં બુદ્ધની ભૂમિકા મનુષ્યને મળેલાં અનેક અણમોલ વરદાનો અને વારસાઓમાં સર્વોત્તમ કોને કહીશું ? જ્વાબમાં મતભેદ તો રહેવાનો પણ મોટા ભાગના જ્વાબો તો કહેશે-બુદ્ધિ. મનુષ્ય બાદ (માયનસ) બુદ્ધિ એટલે શૂન્ય હો કે ન હો, પણ મનુષ્ય તો નહિ જ હોય. ચૈતન્ય પછીનું સૌથી મહત્વનું લક્ષણ તે બુદ્ધિની હાજરી હોવી. તેથી જ મનુષ્યની ઘણી ઓળખોમાંની આ ઓળખને લગભગ સર્વાનુમતિ જેટલો ટેકો મળે છે. વ્યાખ્યા છે : Man is a rational animal પાંચમાં દાયકામાં જ્યારે ભારતમાં બધાં ક્ષેત્રોમાં અંકુશોની બોલબાલા હતી ત્યારે અનેક વસ્તુઓનું રેશનિગ હતું. આથી અમારા એક શિક્ષક મજાકમાં કહેતા : Man is a rational animal મનુષ્ય એ એવું પ્રાણી છે, જેને પોતાના જીવનમાં ડગલે ને પગલે રેશનિગનો અનુભવ થતો રહે છે ! ગમ્મત છોડીને ગંભીર બનીએ તો રેશનલ એટલે બુદ્ધિવાળું, વિચાર કરવાની શક્તિવાળું Reason એટલે બુદ્ધિ. સંસારમાં કદાચ મનુષ્ય જ એક એવું પ્રાણી છે, જેને Rational animal કહી શકાય, મનુષ્ય સિવાયનાં કેટલાંક પ્રાણીઓમાં બુદ્ધિના
SR No.023107
Book TitleChaud Gunsthanak Part 01 Gunsthanak 1
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy