SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ' પરંતુ તત્ત્વના માણસનો સ્વીકાર કરવાનો, કારણ કે એ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩પ૩ માનવાથી તો શ્રી જિનમતનો સ્વીકાર પણ દુષ્કર બનશે, કારણ કે એ રીતે વિચારવા જતાં શ્રી જિનમતનો સ્વીકાર કરવાથી અન્ય મત હલકો પડે જ છે, પરંતુ તત્ત્વના માર્ગમાં એવા વિચારને સ્થાન નથી. શ્રી જિનમતની પ્રામાણિકતા સિદ્ધ કરવા માટે આ પણ એક ઉપાય છે કે-આજ સુધી જેટલા પ્રામાણિક ગચ્છો શ્રી જિનમતમાં ઉત્પન્ન થયા છે, તેના પ્રણેતાઓ મુકિતના પરમ પિપાસુ, ભવના ભીરૂ અને જ્ઞાન-ક્રિયા ઉભયને આચરનારા સર્વશ્રેષ્ઠ પુરૂષો છે. એ ગચ્છના આશ્રયે રહેલાં ઉત્તમ સુસાધુઓ પણ ઉચ્ચ કુળના, ગુરૂઆશામાં લીન, ઉપશમરસના ભંડાર, સંવેગ અને નિર્વેદના પાત્ર, કરૂણાના નિધાન તથા શ્રી જિનવચનના નિશ્ચળ રાગી થયેલા છે. નીચ કુળના પણ કોઇ યોગ્ય આત્માઓએ ઉત્તમ ગુરૂકુળવાસની નિશ્રામાં રહી સ્વઆત્મહિત સાધ્યું છે, જ્યારે શ્રી નિમત સિવાયના મતોના અનુયાયીઓ તેટલા સજ્જન મળવા પણ મુશ્કેલ છે. પૂ.કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી વીરપરમાત્માની સ્તુતિ કરતાં એક સ્થળે ફરમાવે છે કે " हिंसाद्यसत्कर्मपथोपदेशाद सर्वविन्मूलतया प्रवृत्तेः । नृशंसदुर्बुद्धि परिग्रहाश्च, યુમQદુન્યાનમમvમામ્ IIકા” હે નાથ ! તારા સિવાય અન્યોએ પ્રકાશિત કરેલા આગમો અપ્રમાણ છે તેના ઘણા કારણો છે તેમાં મુખ્ય તો એ છે કે-એ આગમોમાં હિસાદિ અસત્ ક્રિયાઓનો ઉપદેશ ભરેલો છે, પૂર્વાપર વિરૂદ્ધ વાતોને કહેનાર હોવાથી તેના પ્રવર્તકો અસર્વજ્ઞો છે અને તેનો સ્વીકાર કરનાર આત્માઓમાં પણ મોટો ભાગ ઘાતકી, દુરાચારી અને દુર્બુદ્ધિથી ભરેલો છે. શ્રી જિનમતમાં એ વાત નથી, કારણ કે-તેમાં હિસાદિ અસત્ કર્મોનો ઉપદેશ નથી, કિન્તુ કેવળ સ્વપરહિતનો જ ઉપદેશ ભરેલો છે. તેના
SR No.023107
Book TitleChaud Gunsthanak Part 01 Gunsthanak 1
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy