SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પર જનની જવાના વગર ઉપર જ્ઞાનના બિન્દુઓની છે. એ તુરત જ સુકાઇ જાય છે અર્થાત્ એનું કાર્ય કર્યા પહેલાં જ એની હયાતિ નાશ પામે છે. જે માનસિક ક્રિયાનો શારીરિક કે વાચિક ક્રિયા ઉપર અંકુશ નથી આવ્યો, તે માનસિક ક્રિયાની હાલત રંક છે. એ કારણે શરીર અને વચનને પણ કેળવવા એ તેટલા જ જરૂરી બને છે. સારી રીતે કેળવાયેલા અને યોગ્ય માર્ગે પ્રવર્તેલા શરીર અને વચન ઉપર જ્ઞાનની અસર બહુ સુંદર અને દીર્ધકાળ સુધી ટકી શકે તેવી પડે છે : તેથી જ્ઞાનની મુખ્યતાના ઓઠા નીચે સમ્યક્ત્વ અને વૈરાગ્યની પોષક સલ્કિયાઓને એક અંશે પણ અવગણી શકાય તેમ નથી. શ્રી વીતરાગદેવને વન્દન, પૂજન, નમસ્કાર આદિ ક્રિયાઓ અદભુત રીતે વૈરાગ્યને પોષે છે અને સમ્યકત્વને દ્રઢ કરે છે. ગુરૂવન્દનાદિ ક્રિયાઓ અને સાધમિકભકિત આદિ કાર્યો પણ સમકિતની દ્રઢતા અને વૈરાગ્યની પુષ્ટિ માટે તેટલાં જ જરૂરી છે. એજ કારણે શ્રી જિનશાસનમાં ત્રિકાળ જિનપૂજા, નિયમિત ગુરૂવન્દન, ઉભયકાળ આવશ્યક, નિરન્તર સદ્ગુરૂમુખે શ્રી નિવચનશ્રવણ, સામાયિક, પૌષધ, સુપાત્રદાન આદિ કર્તવ્યો વિહિત કરેલા છે. એ તારક ક્રિયાઓના અભાવે જ આજે જ્ઞાન હજુ પણ જોવામાં આવે છે, કિન્તુ શ્રદ્ધાનો લગભગ વિનાશ થતો દેખાય છે. જો જ્ઞાન એજ સમ્યક્ત્વની દ્રઢતાનો એક ઉપાય હોત, તો શ્રદ્ધાવાન કરતાં પણ અધિક જ્ઞાનને ધારણ કરનાર, દેવ અને ગુરૂના સ્વરૂપોનું લંબાણથી વિવેચન કરી શકનાર તથા વૈરાગ્યના પ્રાણભૂત અનિત્યત્વાદિ દ્વાદશ ભાવના તથા સમ્યક્ત્વના પ્રાણભૂત મૈત્રાદિ ચાર ભાવનાઓ ઉપર પૃષ્ઠો ભરી ભરીને વિવેચન કરી શકનાર પણ શ્રદ્ધાશૂન્ય દેખાય છે, તે કેવી રીતે શકય બને ? | કિયા પ્રત્યે અનાદરભાવને પામેલા જ્ઞાનીઓ જ આજે પોતાની શ્રદ્ધા ગુમાવી બેઠા છે, એટલું જ નહિ પણ બીજાઓની શ્રદ્ધાના મૂળમાં પણ તેઓ જ પ્રહાર કરતાં નજરે પડે છે. એવાઓ સુદેવ, સુગુરૂ અને સુધર્મ એજ જગતમાં સારભૂત છે, એમ સિદ્ધ કર્યા પછી પણ કુદેવ, કુગુરૂ અને કુધર્મનું બહુમાન કરવા ગર્ભિત રીતે સૂચવે છે. એવાઓને કુદેવ, કુગુરૂ
SR No.023107
Book TitleChaud Gunsthanak Part 01 Gunsthanak 1
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy