SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૨૫ અસુલભ છે અને એ જ કારણે વાસ્તવિક વૈરાગ્યની પ્રાપ્તિ શ્રી જિનવચનની પ્રાપ્તિ ઉપર અવલંબેલી છે, એમ કહેવું એ જરા પણ ખોટું નથી. શંકા : શ્રી જિનવચન એ સર્વજ્ઞવચન છે અને સર્વજ્ઞનું વચન એ સર્વ પદાર્થોને વિષય કરનાર જ્ઞાનથી ઉત્પન્ન થયેલું હોવાથી અતિ વિશાળ છે. એને સંપૂર્ણતયા જાણવું, સમવું, ધારણ કરી રાખવું, એ વિગેરે વાતો લગભગ અસંભવિત છે : તો પછી શ્રી જિનવચનની પ્રાપ્તિ ને થાય તેને જ સાચો વૈરાગ્ય પ્રાપ્ત થઈ શકે બીજાને નહિ, એ કહેવું વ્યર્થ ઠરતું નથી ? સમાધાન :- આવો પ્રશ્ન કરનાર જગતુના પદાર્થોની વ્યવસ્થાને સમજવા માટે સર્વથા નિષ્ફળ નિવડ્યો છે. જગત્ની પ્રત્યેક વસ્તુ સામાન્ય અને વિશેષ, એમ ઉભય ધર્મયુકત હોય છે. વિશેષ ધર્મોનું જ્ઞાન નહિ કરી શકનાર સામાન્ય ધર્મોનું જ્ઞાન પણ ન કરી શકે, એમ કહેવું એ સર્વથા ખોટું છે. શ્રી જિનવાણીને સર્વ વિશેષો સહિત જાણવી, એ તેવા પ્રકારના વિશિષ્ટ ક્ષયોપશમને ધારણ કરનાર મહાપુરૂષો સિવાય બીજાઓ માટે ભલે અશકય હો, પરન્તુ તેટલા ઉપરથી મંદ ભયોપશમવાળા આત્માઓ સામાન્યતયા યા થોડા પણ વિશેષો સહિત તેને ન જાણી શકે, એમ કહેવું વ્યાજબી નથી. મંદમાં મંદ લયોપશમવાળો આત્મા પણ જો સંજ્ઞીપંચેન્દ્રિય-પર્યાપ્તપણાને ધારણ કરનાર હોય, તો તે શ્રી જિનવાણીના સામાન્ય સ્વરૂપને ખુશીથી સમજી શકે છે. શ્રી જિનવચન રૂપી મહોદધિમાં વર્ણવેલ ચાર ગતિના સમસ્ત સ્વરૂપને નહિ જાણી શકનાર આત્મા પણ શ્રી જિનવચનના અનુસારે એટલું જ જાણે, સમજે અને સદઉં કે‘ફૂદરડા ઉપાડ્રો , 30ાડૂનીતારામતો, अणाइकम्मसंजोगनिव्वत्तिए, दु:क्खरुवे, दुःखफले, दुःखाणुबन्धे।' આ સંસારમાં નિશ્ચયથી જીવ અનાદિ છે, જીવનો સંસાર અનાદિ
SR No.023107
Book TitleChaud Gunsthanak Part 01 Gunsthanak 1
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy