SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ છું તે લક્ષ્ય પૂર્વક સાંભળો - આ કથામાં જે અભવ્યાદિ પાંચ કુળ પુત્રો કહ્યા છે તે પાંચ પ્રકારના પાંચ ગતિમાં જનારા જીવો જાણવા. જન્મ, રા, મૃત્યુ અને રોગાદિ રૂક જળ વડે સમગ્ર પણે વ્યાપ્ત આ દુરંત અને પારાવાર સંસાર રૂપ સમુદ્ર જાણવો. દુઃખ, દારિદ્ર, દૌર્ભાગ્ય, રોગ અને ઉગાદિ વડે પરિપૂર્ણ મનુષ્ય જન્મ તે કંથારી કુડંગદીપ સમાન જાણવો. નિરંતર દુઃખને વેદના થકી દુરંત એવી નર્કગતિ અને તિર્યંગુ ગતિ તે કૌવચ તથા કંથારીના વૃક્ષ સમાન જાણવી. પ્રાણીઓને પાપોદયની પ્રિયતાથી એ ગતિની પ્રાપ્તિ થાય છે અને પ્રાયે પાપાત્મા પ્રાણીઓનેજ એ બંને ગતિમાં પ્રતિબંધ થાય છે. મનુષ્યગતિ ને દેવગતિ જે સુખ દુઃખ વડે મિશ્ર છે તે બોરડીના તથા ઉબરના વૃક્ષ સદશ જાણવી. મધ્યમ સુકૃત વડે એ બંને ગતિ પ્રાણીઓ ને પ્રાપ્ત થાય છે અને પ્રાયે મધ્યમ જનોને એ ગતિમાં આસંગપણું થાય છે. ઉત્તમ પ્રાણીઓને તો વસ્તુતાએ એકાંત અત્યંત સુખવાળી મહોદય ગતિ (સિદ્ધિગતિ) માંજ પ્રતિબંધ થાય છે. તેઓ આધિ, વ્યાધિ અને વિયોગાદિ દુ:ખથી પોતાના આત્માને છોડાવે છે અને માત્ર મોક્ષ ગતિમાં રહેલા હોય છે. | સુવિત્ત નામના સાયાંત્રિક રૂપ ધર્માચાર્ય જાણવા અને નિર્યામક મનુષ્યો સદશ ધર્મોપદેશક મુનિરાજ જાણવા. આ અપાર સંસારરૂપ સમુદ્રમાં બુડતા પ્રાણીઓને મુનિરાજ ધર્મોપદેશ વડે તારે છે. તેથી તેઓનું નિર્ધામક નામ સાર્થક છે. સર્વ સાવદ્ય યોગના ત્યાગ રૂપ પારમેશ્વરી દીક્ષા તે પ્રવહણ સદશ જાણવી અને અત્યંત સુખનુ ભાજન જે નિર્વાણ પદ તે સમુદ્રના તટ સમાન જાણવું. નિર્ધામક સદશ મુનિરાજ, ચારે ગતિમાં રહેલા જીવોને નિર્વાણ રૂપ તટે પહોંચાડનાર પારમેશ્વરી દીક્ષારૂપ પોતાના વહાણમાં બેસવા માટે ધર્માચાર્યની આજ્ઞાથી ઉપદેશ કરે છે કે “અહો પ્રાણીઓ ! જેમ પૂર્વે એક કાકિણીને માટે નિ:પુણ્ય પંથીએ પૂર્વે મેળવેલા હજાર રૂપીઆને ખોઇ નાખ્યા અને એક રાજાએ પૂર્વ કુપથ્ય
SR No.023107
Book TitleChaud Gunsthanak Part 01 Gunsthanak 1
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy