SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ તેથી સ્વેચ્છાવડે વિષય સુખનું સેવન કરવું એજ ખરેખરો તત્વ છે. દુર્ભવ્ય બોલ્યો - ઇંદ્રિયજન્ય સુખોનો ત્યાગ કરીને પરભવમાં સુખ પામવાની આશાએ જે પ્રયત્ન કરવો તે હાથમાં આવેલા પક્ષીને ઉડાડી દઇને તેને પકડવા માટે પાસ નાખવા જેવું છે. તેથી હું તો કહું છું કે જે પ્રાપ્ત થયું હોય તે ભોગવીએ, મનમાં આવે તે ખાઇએ, અનેક પ્રકારના મદિરાદિક જળ પીએ અને આનંદ કરીએ. મને તો આ ધર્મજ ખરેખરો ઇષ્ટ લાગે છે, ભવ્ય બોલ્યો કે - આ સંસારમાં શોભનીક એવા ધર્મ અને અર્થ બંને વર્ગ સાધવા યોગ્ય છે, માટે અર્બોઅર્ધ બંનેની સાધના કરવી. કેવળ બેમાંથી એકમાં આસકત થવું નહીં. આસન્નસિદ્ધિ બોલ્યો - સર્વ અર્થનું મુખ્ય સાધન એવો ધર્મજ ચારે પુરૂષાર્થમાં પ્રધાન છે અને સજ્જનોએ નિરંતર ઉદ્યમી થઇને તેજ સેવવા યોગ્ય છે. આજીવીકાદિને અર્થે ગૃહીને ઉદ્યોગ કરવાની જરૂર છે ખરી પરંતુ તેનું પ્રમાણ બાંધીને પરિમિતપણે ઉદ્યોગ કરવો; શેષ સર્વકાળ ધર્મના સાધનમાંજ વ્યય કરવો. છેવટે નિષ્પાપ બુદ્ધિમાનું તદ્ભવસિદ્ધિ બોલ્યો કે – સર્વદા અવિછિન્ન ઉદ્યોગી એવા ઉત્તમોત્તમ પુરૂષોએ સેવેલો અને સર્વ સાવદ્ય યોગનો ત્યાગ કરવાથી આભવ અને પરભવમાં શુભ પરિણામવાળો સાધુ ધર્મજ તિવાંચ્છુક સર્વ જનોએ સર્વદા સેવન કરવા યોગ્ય છે. આ પ્રમાણેના કથનને અનુસારે પાંચે સાર્થપતિઓએ પોતપોતાની કન્યાને યોગ્ય એવા અનુક્રમે પાંચે વર છે એમ જાણ્યું. તેથી તેઓમાંથી એકેકને બોલાવીને એકેક સાર્થવાહે પોતપોતાની કન્યા આપતાં કહયું કે “આ મારી કન્યા હું તમને પરણાવું છું, માટે તમારે આજથી તેની આજ્ઞામાં વર્તવું. આ પ્રમાણે કહીને કન્યા આપવાથી તેઓ બહુજ પ્રસન્ન થયા. (૧) મહામોહની પુત્રી નરકગતિને અભવ્ય પરણ્યો. (૨) અતિમોહની પુત્રી તિર્યંચગતિને દુર્ભ પરણ્યો. (૩) સંમોહની પુત્રી નરગતિને ભવ્ય પરણ્યો. (૪) મોહની પુત્રી સ્વર્ગગતિને આસન્નસિદ્ધિ પરણ્યો, અને (૫) ક્ષીણમોહની
SR No.023107
Book TitleChaud Gunsthanak Part 01 Gunsthanak 1
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy