SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ : ૨૩૩ આદિ ઇહલોકવિરૂદ્ધ કાર્યો, ખરકર્મ આદિ પરલોકવિરૂદ્ધ કાર્યો અને ધૂત આદિ ઉભયલોકવિરૂદ્ધ કાર્યો જેમ તવાનાં છે : તેમ દાન, વિનય અને શીલ -આ ત્રણને જીવનમાં જીવવાનાં છે. પરનિન્દા આદિ લોકવિરૂદ્ધ કાર્યો, એ શિષ્ટ લોકોને જ્યારે વિમુખ કરનારાં છે. ત્યારે દાન, વિનય અને શીલ એ શિષ્ટજનોને આકર્ષિત કરનારાં છે. દાન, એ ખરેખર એક એવી વસ્તુ છે કે-એની પ્રશંસા ઉપકારિઓએ અનેક શબ્દોથી વર્ણવી છે. દાનથી સત્ત્વો વશ થાય છે, દાનથી વૈરો પણ નાશ પામે છે અને દાનથી પર પણ બધુપણાને પામે છે.' -આ પ્રમાણે ફરમાવીને, ઉપકારિઓ દાનને સતતપણે સારામાં સારી રીતિએ દેવાની પ્રેરણા કરે છે. દાનને ધર્મના આદિપદ તરીકે પણ ઉપકારિઓએ ફરમાવ્યું છે. ખરેખર, ધર્મના આદિપદ તરીકે ગણાતા દાનને વિધિપૂર્વક આચરવું જોઇએ. લેનારને અને દેનારને-એમ ઉભયને માટે જે દાન ઉપકારક હોય, એ દાનને વિધિપૂર્વકનું દાન કહેવાય છે. દાન પણ રોગગ્રસ્તને અપથ્ય આપવા જેવું ન જ હોવું જોઇએ અને એ જ કારણે મુસલ અને હલ આદિનાં દાનો નિષિદ્ધ છે. વિધિપૂર્વક દેવાએલું સ્વપર-ઉપકારક દાન દારિદ્રનું નાશક બને, એટલે કે-લાભાન્તરાય કર્મના ઉપઘાત દ્વારા આ ભવ અને પરભવમાં વિશિષ્ટ લાભને પમાડી દુર્ગતિનું નાશક બને, એ સ્વાભાવિક જ છે. વિધિપૂર્વકનું દાન જનપ્રિયકર એટલે લોકસંતોષના હેતુભૂત બને તેમજ કીર્તિ આદિનું વર્ધક પણ બને, એમાંય આશ્ચર્ય પામવા જેવું કાંઇ નથી. જો કે-દાનનો સાચો પ્રેમી શ્રીમંતાઇનો કે કીતિ આદિનો અર્થી નથી હોતો : દાન દ્વારા એ કીતિ આદિને કમાવવાની અભિલાષા રાખનારો નથી હોતો, પણ એટલા માત્રથી એ વસ્તુ દાતારને મળતી નથી એવું નથી બનતું. આવા ઉત્તમ દાનની સિદ્ધિ માટે પાત્રાપાત્રનો વિચાર પણ આવશ્યક છે. દયાદાનનો કયાંક નિષેધ નથી, પણ મોક્ષફલક દાન કુપાત્ર અને અપાત્રના ત્યાગની જરૂર અપેક્ષા રાખે છે. મોક્ષલક દાન પાત્રમાં જ હોઈ શકે અને એ પાત્ર ઉત્તમ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકારે છે.
SR No.023107
Book TitleChaud Gunsthanak Part 01 Gunsthanak 1
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy