SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ મૃતકાર્યને કરીને તેમણે પોતાના આત્માને શુદ્ધ બનાવવાને માટેનો, દીક્ષા ગ્રહણ કરીને ભરચક પ્રયત્ન આદર્યો. મોક્ષે નહિ જષામાં સહાયભૂત ગુણોનું વર્ણન દુષમકાલના જીવોનું ગુણવર્ણન : એ જ કારણે પરમ ઉપકારી મહાપુરૂષ કહે છે કે“मन्ने कलिकालजिआ सेवयजणवच्छला अचलचित्ता | निल्लोहा य अकिविणा, साहसिया नेरिसा पुट्वि ।।३।।" હું માનું છું કે-કલિકાલના જીવો “રાગાદિ સેવકજન પ્રત્યે વત્સલ છે, મિથ્યાત્વાદિકમાં અચલચિત્ત છે, સ્વર્ગાદિકમાં સંતોષને ધરનારા છે, ગર્વાદિકમાં પોતાના સુકૃત્યોનો ઉદારતાપૂર્વક ત્યાગ કરનારા છે અને ઇષ્ટ વિયોગાદિક આપત્તિઓમાં પણ પાપથી ન કરે તેવા સાહસિક છે :' પૂર્વના જીવો એવા પ્રકારના ન હતા.” મોક્ષમાં જતાં રોકનાર અને સંસારમાં રાખનાર- ૧. સેવકજન-વત્સલતા, ૨. અચલચિત્તતા, ૩. નિર્લોભતા, ૪. અકૂપાણતા અને ૫. સાહસિકતા : આ પાંચ ગુણો દુષમકાળના જીવોમાં રહ્યા છે. પહેલો ગુણ સેવકન પ્રત્યે વત્સલતા સેવક કોણ ? રાગાદિ સેવકો ! રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા અને લોભ વિગેરે સેવકોને ? મોહરાજાએ પોતાના એ સેવકોને આત્માની સેવા માટે સેવક તરીકે સોંપ્યા છે. એ સેવકો પ્રત્યે આ કલિકાલના જીવોનું એટલું બધું વાત્સલ્ય છે, કે જેનો સુમાર નહિ. મોહે સમર્પેલા સેવક પ્રત્યેના પ્રેમમાં દુષમકાલના જીવો જરા પણ ખામી નથી આવવા દેતા. એથી જ સેવકનવત્સલ કહ્યા. બીજા ગુણ તરીકે “અચલચિત્તતા' કહી : તે કયાં ? મિથ્યાત્વાદિ પ્રત્યે ! ગમે તેટલા પ્રયત્નો કરો પણ આ જીવોનું ચિત્ત મિથ્યાત્વાદિકમાંથી જરા પણ ચલાયમાન થાય નહિ. મિથ્યાત્વાદિ એટલે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ મન, વચન કાયા-નો અશુભ વ્યાપાર તથા પ્રમાદ : પ્રમાદ એટલે
SR No.023107
Book TitleChaud Gunsthanak Part 01 Gunsthanak 1
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy