SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ સ્વભાવને ધરનારો વિજ્ય ઘણાં પાપોને હણનારો બન્યો. પ્રકૃતિથી સૌમ્ય સ્વભાવવાળો વિજ્ય પ્રાયઃ જુનાં પાપોને તોડતો તો હતો અને નવાં પાપોથી બચતો હતો. ગુણસંપન્ન આત્મા માટે આવી સ્થિતિ બનવી એ સહજ છે. હૃદયના સૌમ્ય આત્માઓ ઘણાં પાપોથી બચી જાય છે અને પોતાના તેવા સુંદર સ્વભાવને લઇને ઘણા પ્રાચીન પાપોને પણ હણનારા બને છે. આવી દશાને લઇને તે વિજ્ય પરિન, મિત્રો અને સ્વનો આદિને માટે સુખે કરીને સેવનીય બન્યો. તેનો સારોય પરિવાર તેની હ્રદયપૂર્વક સેવા કરતો, મિત્રો તેની આજુબાજુ વિČાઇને જ રહેતા અને સ્વજનો પણ એની છાયામાં કલ્લોલ કરતા. આવા ગુણીયલ માલિક તરફ પરિવારનો સાચો સેવકભાવ રહેવો, મિત્રોને આવા મિત્ર તરફ સાચો મિત્રભાવ રહેવો અને સ્વનોને આવા ગુણીયલ સ્વજન તરફ સાચો સ્વાભાવ રહેવો એમાં કશું જ આશ્ચર્ય નથી. શ્રી વિજ્ય પોતાના પરિવાર માટે, મિત્રો માટે અને સ્વનો માટે સુખસેવનીય બન્યો, એટલું જ નહિ, પણ પ્રકૃતિથી સૌમ્ય સ્વભાવવાળા શ્રી વિજ્યના સંસર્ગથી અન્ય પણ ઘણા લોકોને લાભ થયો. પરમ ઉપકારી, બૃહવૃત્તિકાર આચાર્ય ભગવાન શ્રીમદ્ દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે-તે શ્રી વિજ્યના સંસર્ગથી ઘણા માણસો પ્રથમ રૂપ એક ધનના સ્વામી બન્યા. શ્રી વિજ્યના સંસર્ગમાં આવેલાઓ પણ પ્રશમગુણની મહત્તાને સમજ્યા અને પ્રશમગુણના ઉપાસક બન્યા. અનેકોએ શ્રી વિજ્યના સંસર્ગથી પ્રશમને જ એક પોતાનું ધન બનાવ્યું. ઉત્તમના સંસર્ગથી ઉત્તમતા આવવી સહજ છે, કારણકે-જીવોને સંગથી ગુણો અથવા અગુણો એટલે દોષો થાય છે: અને એ જ કારણે કહેલું છે કે"संतप्तायसि संस्थितस्य पयसो नामापि न ज्ञायते, मुक्ताकारतया तदेव नलिनीपप्रस्थितं राजते । स्वातौ सागरशुक्तिसम्पुटगतं तज्जायते मौक्तिकं, प्रायेणाडधममध्यमोत्तमगुणः संसर्गता द्रष्यते ||१|| " - કવિ એમ કહે છે કે-આ વિશ્વમાં અધમ, મધ્યમ અને ઉત્તમ ગુણ
SR No.023107
Book TitleChaud Gunsthanak Part 01 Gunsthanak 1
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy