SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧પ૯ સઘળાય ભવોમાં કાલદોષની પ્રધાનતા પણ માની શકાય. વળી અત્તિમ ભવમાં પણ ગર્ભથી અગર તો જન્મથી માંડીને ઉત્સર્ગમાર્ગે આઠ વર્ષોનેય બાદ કરવાં પડે તેમ છે ? કારણ કે-ખાસ કોઇ જીવ વિશેષના અપવાદ સિવાય અન્તિમ ભવમાં અગર તો છેલ્લા અર્ધ પુદ્ગલપરાવર્ત કાલમાંના કોઇ પણ મનુષ્યભવમાં જીવનું શરીર પ્રમાણ જ્યાં સુધી આઠ વર્ષનું બને નહિ, ત્યાં સુધી તે જીવમાં સર્વવિરતિના પરિણામો પ્રગટી શકતા જ નથી; વળી અનિત્તમ ભાવમાં જીવને અખંડ ભપકણિ અવશ્ય પ્રાપ્ત થાય છે, પણ જન્મથી આઠ વર્ષ વીત્યા પહેલાં તો તે પ્રાપ્ત થતી જ નથી. વળી તે અખંડ ક્ષપકશ્રેણિ આદિની પ્રાપ્તિ સર્વવિરતિના પરિણામો વિના પણ, પ્રાપ્ત થઇ શકતી જ નથી. કર્મો આદિની પ્રધાનતા : | સમ્યગ્દર્શનથી માંડીને મોક્ષની પ્રાપ્તિ પર્યન્તની ઉન્નત અવસ્થા પુરૂષાર્થથી જ સાધ્ય છે, એ નિર્વિવાદ વાત છે, પણ આત્માના પુરૂષાર્થને સફલ નહિ થવા દેવામાં જેમ તેવા પ્રકારનાં બલવાન કર્મોનું જોર અને ભવિતવ્યતા કારણ રૂપ હોઇ શકે છે, તેમ કાલ પણ કારણ રૂપ હોઇ શકે છે. ઉગ્ર પુરૂષાર્થના યોગે આત્મા ગમે તેવાં બલવાન કર્મોની પણ નિરા, કરી શકે છે, તેમ છતાં પણ એવાંય બલવાન કર્મો હોય છે, કે જે કર્મો ભલભલા પુરૂષાર્થી આત્માને પણ પટકી નાખે. ત્યાં આપણે પુરૂષાર્થને સફલ નહિ થવા દેનાર એ કર્મોની પ્રધાનતાને પણ સ્વીકારવી પડે. કેટલાંક કર્મો તો એવા પણ હોય છે કે-સાયિક સમ્યગ્દર્શનને પામેલા આત્મામાં પણ ઉગ્ર પુરૂષાર્થના પરિણામોને પ્રગટવા દે જ નહિ. ત્યાં પણ આપણે કર્મોની પ્રધાનતાને જ સ્વીકારવી પડે. આથી તો પુરૂષાર્થ જોરદાર બનીને સકલ કર્મોની નિરા સાધી શકે એવી દશા જ્યાં સુધી પ્રાપ્ત થતી નથી, ત્યાં સુધી જીવ અખંડ ક્ષપકશ્રેણિને પામી શકતો જ નથી. કર્મોમાં તેવું બળ ન હોય અને પુરૂષાર્થ જોરદાર હોય, પણ વીતરાગતા આદિને પામવાનો કાળ આવ્યો ન હોય, તોય કોઇ ને કોઇ નિમિત્તને પામીને જીવ
SR No.023107
Book TitleChaud Gunsthanak Part 01 Gunsthanak 1
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy