SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનકં ભાગ-૧ ૧૨૩ કમનસિબે તેઓ કોઇ પણ કાલે ધર્મસામગ્રીને પામી શકતા જ નથી, એટલે તેવા જીવોની અમુકિતમાં ભવિતવ્યતાદોષની મુખ્યતા છે. આવા જીવો સંસારમાં રૂલે તેમાં તે જીવોના પુરૂષાર્થની જ ખામી છે, એવું તો કોઇ પણ રીતિએ કહી શકાય નહિ. આજ સુધીમાં અનન્તા શ્રી તીર્થંકરદેવો આદિના આત્માઓ અનાદિ નિગોદમાંથી જે બાર આવ્યા, તે પોતપોતાના પુરૂષાર્થના બલે જ અનાદિ નિગોદમાંથી બહાર આવ્યા, એવું પણ શ્રી નશાસનને સમજનાર માને, બોલે કે લખે નહિ. વળી આજે પણ અનન્તા અત્માઓ ભગવાન શ્રી તીર્થંકરદેવોના પણ, એટલે શ્રી તીર્થંકરદેવ થઇને જ મુકિતને પામે એવા તથાભવ્યત્વવાળા આત્માઓ પણ, અનાદિ નિગોદમાં વિદ્યમાન છે. તેઓ અત્યાર સુધીમાં અનાદિ નિગોદમાંથી બહાર નથી આવ્યા, તેમાં તેઓના પુરૂષાર્થની જ ખામી છે ? અહીં પુરૂષાર્થની ખામી છે, એવું તો અજ્ઞાન અથવા તો અભિનિવેશી જ કહી શકે. અનાદિ નિગોદમાંથી બહાર આવવાનો અનાદિસિદ્ધ ક્રમ જ એવો છે કે-જેટલી સંખ્યામાં આત્માઓ શ્રી સિદ્ધિપદને પામે છે, તેટલી સંખ્યામાં જ આત્માઓ નિગોદમાંથી બહાર આવી શકે છે. આ અસંખ્ય પ્રદેશાત્મક લોકાકાશમાં નિગોદના અસંખ્ય ગોળાઓ છે, એક એક ગોળામાં અસંખ્ય અસંખ્ય નિગોદો છે, અને એ એક એક નિગોદમાં પણ અનન્ત અનન્ત જીવો છે. નિગોદમાં રહેલા એટલા બધા જીવોમાંથી જે જીવોની ભવિતવ્યતા પાકી હોય, તે જ જીવો નિગોદમાંથી બહાર આવે છે. જેટલી સંખ્યામાં જીવો નિગોદમાંથી બહાર આવે, પણ એ વખતે તે જ જીવો નિગોદની બહાર આવે, કે જે જીવોની નિગોદમાં ભવિતવ્યતા પાકી હોય. જ્યાં આવો અનાદિસિદ્ધ સુનિશ્ચિત ક્રમ હોય, ત્યાં એકલા પુરૂષાર્થની ખામીથી જ જીવો સંસારમાં રૂલે છે, એમ કહી શકાય ? કાલદોષની ખામી : જેમ સ્વભાવદોષની પ્રધાનતાના સ્થાને સ્વભાવદોષની પ્રધાનતાને
SR No.023107
Book TitleChaud Gunsthanak Part 01 Gunsthanak 1
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy