SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ જૈન હોવા છતાં જેઓ પરલોકને ભુલી જાય છે તેઓ સાચા જૈન નથી. કુળનું જૈનપણું તેમનામાં ભલે હોય પણ ધર્મનું જૈનપણું નથી. ધર્મના જૈનપણા વિના કલ્યાણ થાય એ તો બનવાજોગ જ નથી. જૈનકુળ સાથે સુદેવ-સુગુરૂ-સુધર્મની સુંદર પ્રકારની આરાધના કરી શકાય એવી જોગવાઇ પામ્યા છતાં, જેઓ ધર્મદ્રોહના ઘોર પાપમાં પડ્યા છે, તેઓને માટે તો કહેવું પડે કે તેઓ પાપવધારવા માટે જ જૈનકુળમાં જન્મેલાં હોય છે. આ સુધારકો તરફ દુર્લક્ષ કરીને વિરતિ પમાડવાની શ્રી જૈનશાસનની અનુપમ યોજનાનો પુરતો લાભ લઇ લેવો એજ મુમુક્ષુ જીવોને માટે યોગ્ય છે. લૌકિકને ભુલવું એજ ધર્મી બનવા માટેની યોગ્યતામાંનું પહેલું પગથીયું છે. જે ધર્મશાસન લૌકિને ભૂલવી પરલોક સુધારવાની દિશા જીવોને બતાવે છે, તેજ સર્વશ્રેષ્ઠ છે. એનેજ વિરતિ કહેવાય છે અને વિરતિ પમાડવાની શ્રી નિશાસનની યોજ્ના અનુપમ છે, એ વાત નિર્વિવાદ છે. સરલ સ્વભાવ જીવને શું કાર્ય કરે છે તે જણાવે છે જેવી સરલતા તેવી જ કૃતજ્ઞતા : પરમ ઉપકારી, આચાર્ય ભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ રચેલા સર્વ ગ્રન્થો જો ઉપલબ્ધ હોય, તો અત્યારે તો એ સર્વ ગ્રન્થોનો અભ્યાસ પણ એક માણસ પોતાના આખા જીવન દરમ્યાન કરી શકે કે કેમ, એ પણ એક મોટો સવાલ છે. અરે, એ આચાર્યભગવાનના રચેલા જે ગ્રન્થો ઉપલબ્ધ છે, તે સર્વ ગ્રન્થોનો પણ સાંગોપાંગ અભ્યાસ આજે મુશ્કેલ બન્યો છે. આવા સમર્થ ધર્મ શાસ્ત્રકાર ધર્માચાર્ય મહાત્મા શ્રી જૈનશાસનને કેવી રીતિએ મળ્યા, એ આપણે ટૂંકમાં જોઇ આવ્યા. આપણે માટે, એ પરમ ઉપકારી મહાપુરૂષનો એ આખોય પ્રસંગ, જો સમજાય તો ઘણી જ સુંદર દોરવણી આપે તેવો છે. પોતાની વિદ્વત્તાનો એમને જે ઘમંડ હતો, તે મિથ્યાત્વના ઘરનો અને હેય કોટિનો હતો, છતાં પણ એમની વિદ્વત્તાનો વિચાર કરીએ તો આપણને જરૂર લાગે છે કે- ‘પોલું ઢોલ વાગે ઘણું' એવો એ સાવ પોલો તો નહોતો જ; અને એ વિદ્વત્તા તથા એ
SR No.023107
Book TitleChaud Gunsthanak Part 01 Gunsthanak 1
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy