SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ બેન વિગેરેની મર્યાદા વિનાના, સ્વતંત્ર વર્તણુકવાળા થશે. સ્ત્રીઓ છ વર્ષની વયે ગર્ભને ધારણ કરનારી, અતિ દુઃખે ગર્ભને પ્રસવ કરનારી અને ઘણું કરાંવાળી હોય છે. ૧૦૬ હવે સંપૂર્ણ કાળચ કહે છેઈઅ અરજીણવસ–પિણિ ત્તિ એસસ્પિણી વિ | વિવરીઆ વીસ સાગરકેડા-કેડીઓ કાલચક્કમ્મિ. ૧૦૭ અ-એ પ્રમાણે | સાગર-સાગરોપમ અરછકેણ-છ આર વડે કાલચકમિ-કાલ ચક્રમાં વિવરીઆ-વિપરીત અર્થ –આ પ્રમાણે એટલે ઉપર કહ્યા પ્રમાણે છે આરાએ કરીને અવસર્પિણ સમાપ્ત થાય છે. અને તેનાથી . વિપરીત એવી ઉત્સર્પિણું પણ છ આરાવડે સમાપ્ત થાય છે. આ પ્રમાણે અવસર્પિણ અને ઉત્સર્પિણી રૂ૫ એક કાળ ચક્રને વિષે વીશ કેડાકડિ સાગરોપમ પ્રમાણ કાળ જાય છે. ૧૦૭ વિવેચન –એ પ્રમાણે પ્રથમ સુખમસુખમા આરાથી શરૂ કરીને છેલ્લા દુઃખમદુઃખમા રૂપ છ આરા મળીને એક અવસર્પિણી થાય છે. તેથી ઉલટી રીતે એટલે પહેલે દુઃખમદુ:ખમા અને છેલ્લે સુખમસુખમા એ કમે છ આરા મળીને એક ઉત્સર્પિણી થાય છે. જો કે ઉત્સર્પિણ અને અવસપિણ બંનેમાં કાલનું પ્રમાણ સરખું છે તે છતાં બે જુદાં નામ રાખવાનું કારણ એ છે કે ઉત્સર્પિણમાં બળ, બુદ્ધિ,
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy