________________
[ શ્રી વિજયપધસૂરિકૃતપૂછયું, ત્યારે મંત્રીએ કહ્યું કે મહારાજ ! આજે ધનેશ્વર શેઠને ઘેર પુત્રને જન્મ થયે છે તેથી તેને ઉત્સવ થાય છે તેની આ ધામધૂમ છે. પછી મંત્રીની સાથે પ્રભુના દર્શન કરી રાજા આનંદ પામે. બીજે દિવસે પણ રાજા મંત્રીની સાથે ત્યાં દર્શન કરવા આવ્યો ત્યારે કાલે જ્યાં ધામધૂમ હતી ત્યાં આગળ ઘણું આકંદ (રૂદન) સાંભળ્યું. મંત્રીને તેનું કારણ પૂછયું ત્યારે મંત્રીએ કહ્યું કે કાલે શેઠને ઘેર જન્મેલ બાળક આજે મરણ પામે છે તેનું આ રૂદન છે. મંત્રીને મુખથી આ પ્રમાણે સાંભળી રાજા ચિત્તમાં વૈરાગ્ય પામી વિચારવા લાગ્યો કે સાંસારિક સુખ દુઃખથી ભરેલાં છે અને દુઃખને દેનારા છે. વિવિધ પ્રકારના સંયેગો ક્ષણ વારમાં નાશ પામે છે છતાં તેમાં સુખ માની સંસારી જી રાગ ધારણ કરે છે.
આ પ્રમાણે રાજા વૈરાગ્ય ભાવમાં લીન થયે છે તેવામાં ખબર મળ્યા કે નગરની બહારના બગીચામાં શ્રી ધનેશ્વરસૂરિ મહારાજ પધાર્યા છે. રાજા મંત્રીની સાથે ગુરૂને વંદન કરવા ગયે. ગુરૂને વાંદી એગ્ય સ્થાનકે બેઠા. ગુરૂએ મેઘની વૃષ્ટિ જેવી સંસારના તાપથી પીડાએલા જીવોને શીતળ બનાવનારી દેશના દીધી. તે સાંભળી હરિવહન રાજા વૈરાગ્ય પામ્યા. તેથી પુત્રને રાજ્ય સેંપી પિતે ઉત્સવ પૂર્વક ચારિત્ર ગ્રહણ કર્યું. અનુક્રમે શુદ્ધ ચારિત્રનું પાલન કરતાં બાર અંગે ભણ્યા. એક વખતે ગુરૂની દેશનામાં વીસ સ્થાનકના મહિમા વિષે સાંભળ્યું કે “જે મહા ભાગ્યવંત અન્ન પાનાદિક લાવી આપીને સાધુઓની ભક્તિ કરે છે તે તીર્થકર