________________
શ્રી વિશતિસ્થાનકપ્રદીપિકા]
૫૭૫ એટલે જ્ઞાન પદની આરાધના કરવાથી શું ફળ પામશે? ગુરૂએ કહ્યું કે તીર્થકર પદવીને પામશે. પછી દેવેન્દ્ર સ્વસ્થાને ગયા. જયન્ત મુનિ જ્ઞાન પદની આરાધનાના પ્રભાવે જિન નામ કર્મને નિકાચિત બંધ કરીને નિર્મળ ચારિત્ર પાળીને મહાશુક દેવકમાં ઉત્તમ દેવ થયા. ત્યાંથી એવી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર થઈ મેક્ષે જશે. આ કથાને સાર એ છે કે જયંત મુનિની માફક ભવ્ય જીવોએ નિર્મલ જ્ઞાનની આરાધના પરમ ઉલ્લાસથી કરી મેહને હરાવી જિનપદવી મેળવવી.
નવમા દર્શન (સમ્યકત્વ) પદના આરાધક
શ્રી હરિ વિકમ રાજાની કથા. આ ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામે નગરમાં હરિણ નામને રાજા હતા. તેને હરિવિક્રમ નામે પુત્ર હતું. તે યુવાન થયે ત્યારે રાજાએ બત્રીસ કન્યાઓ પરણાવી. કેટલાક વખત પછી પાપના ઉદયથી કુંવરના શરીરમાં એક સાથે આઠ જાતના કેઢ ઉત્પન્ન થયા. તેની આકરી વેદનાથી તે કુંવર રાંકની જેમ ઘણું રૂદન કરવા લાગે. ઘણા ઉપચાર કર્યા છતાં કુંવરને ગ જરા પણ શાંત થયે નહિ. ત્યારે તેણે ધનંજય નામના યક્ષની માનતા માની કે જે મારે રોગ મટશે તે તારી યાત્રા કરી અન્ન લઈશ અને પૂજા કરી ભેગ ચઢાવીશ. એ પ્રમાણે રોગથી પીડાએલા કુંવરે પુણ્ય પાપને વિચાર કર્યા વગર મિથ્યાત્વ અંગીકાર કર્યું.
તે અવસરે ત્યાં ઉદ્યાનમાં એક કેવલી ભગવંત સમે