________________
૪
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
પાંચમા સ્થવિર પદના આરાધક શ્રી પદ્મોત્તર રાજાની કથા.
આ ભરત ક્ષેત્રમાં વારાણસી નગરીમાં પદ્મોત્તર નામે રાજા હતા. આ રાજાને ચાર રાણીઓ હતી. તેમના ઉપર કાશલ દેશના સુગ્રીવ નામે રાજા મેાહિત થયા, તેથી તેણે દ્ભુત મેાકલી પદ્મોત્તર રાજા પાસે તે ચાર સ્ત્રીએની માગણી કરી. તેથી ક્રોધમાં આવેલા રાજાએ કૃતના તિરસ્કાર કરીને સભામાંથી કાઢી મૂકયા. દૂતે તે હકીકત સુગ્રીવ રાજાને કહી, તેથી પોતાનું માઠું સૈન્ય લઇને વારાણસી નગરીની ઉપર લડાઇ કરવા ચઢી આવ્યા. રાજા પદ્મોત્તર પણુ પેાતાનું સન્ય લઇ તેની સામે ગયા, તેને હરાવીને કાઢી મૂક્યા, અને સુખે રહેવા લાગ્યા.
એક વખતે જેણે દેવને દેખાવ કર્યાં છે, તેવા એક ઇન્દ્રજાલિકે પદ્મોત્તર રાજાની સભા (કચેરી) માં આવીને કહ્યું કે હું વિદ્યાધર છું. આ મારી સાથે મારી સ્ત્રી છે, તેનું સુંદર રૂપ જોઇને મારા શત્રુ દાહ નામના વિદ્યાધરે તેનુ હરણુ કર્યું. મેં તેને હરાવી મારી સ્ત્રી પાછી મેળવી. પણ મારા ઉપર કાપેલા તે વિદ્યાધર ફરીથી મારી સાથે યુદ્ધ કરવા માગે છે માટે જ્યાં સુધી હું તેની સાથે યુદ્ધ કરીને આવું ત્યાં સુધી આ મારી શ્રી આપના શરણે મૂકી જાઉં છુ, કારણ કે આપની પરનારી સહેાદર તરીકે પ્રખ્યાતિ છે. હું થાડી વારમાં શત્રુને હણીને આવું છું. માટે હું આવું ત્યાં સુધી આપ તેનું રક્ષણ કરા. એ પ્રમાણે ખેલી તે વિદ્યાધર