SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૬ [ શ્રી વિજયપરિકૃતપરમ શાંતિ મેળવવા માટે જેઓએ ચારિત્ર ગ્રહણ કર્યું છે અને જેઓ નિર્મળ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ રત્નત્રચીનું શુભ ભાવે આરાધના કરે છે. સદ્ગુરૂની આજ્ઞા પ્રમાણે ચાલે છે, અને બીજા આત્માથી જીવેને યથાશક્તિ સહાય આપીને સન્માર્ગમાં લાવે છે. આવા સાધુજને સ્વપર ઉપકારક હેવાથી ભવ્ય જીએ તેમની જરૂર સેવન કરીને આત્મહિત કરવું. વિશેષ બીને શ્રી સિદ્ધચક પૂજામાંથી જાણવી. ૮ શ્રી જ્ઞાનપદ– જેનાથી સ્વ અને પારને, જીવ અને અજીવને અથવા જડ અને ચૈતન્યને, હિતને અને અહિતને, ભક્ષ્ય (ખાવા લાયક) અને અભક્ષ્ય (નહિ ખાવા લાયક) ને, કર્તવ્ય (કરવા લાયક) અને અર્તવ્ય (નહિ કરવા લાયક) ને ઓળખી શકાય. વળી જેનાથી અનાદિ કાળનાં અજ્ઞાન, અવિદ્યા અથવા જડતા ટાળી શકાય. સ્વઘટમાં વિવેક રૂપી દીવા પ્રગટ થવાથી આત્મ સ્વરૂપ સમજી શકાય. આવું સ્યાદ્વાદ શૈલીને અનુસરતું જ્ઞાન અત્યંત ઉપકારી હોવાથી ભવ્ય છાએ અવશ્ય તેની પરમ ઉલ્લાસથી આરાધના કરીને આત્મહિત કરવું. વિશેષ બીના શ્રી સિદ્ધચક પૂજામાં જણાવી છે. ૯ શ્રી દર્શનપદ– શ્રી સર્વજ્ઞ ભગવંતએ કહેલા જીવ અજીવ વગેરે નવ તત્વે, તથા ધર્માસ્તિકાય વગેરે છે દ્રવ્ય, સપ્તભંગી, સમય, ચાર નિક્ષેપ વિગેરે સર્વ ભાવેને સાચા માનવા તે સમ્યગ દર્શન કહેવાય. તે સંયમાદિક તમામ
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy