________________
૫૪
[ શ્રી વિજ્યપધસૂરિકૃત૩ શ્રી પ્રવચન પદ–તીર્થકર ભગવાનની આજ્ઞામાં વર્તનારા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ જે ચતુર્વિધ સંઘ તે પ્રવચન કહેવાય. આ સંઘ પણ તીર્થકર ભગવાનની જેમ સેવવા યોગ્ય છે, કારણ કે તીર્થકર ભગવાન પણ દેશના આપતી વખતે શરૂઆતમાં “નમો તિથ્થ
સ” એમ કહે છે, એટલે નિત્ય પદથી સંઘને નમસ્કાર કરે છે એમ જાણવું. આ રીતે તીર્થકરને પણ માનવા લાયક એવા સંઘની શાસન રસિક જીવેએ જરૂર પરમ ઉલ્લાસથી ભક્તિ કરવી જોઈએ આ શ્રી સંઘ અનેક સગુણ આત્માઓના સમુદાય રૂપ હોવાથી તે અનંત ગુણ રૂ૫ રન્નેને ભંડાર કહેવાય છે. મંત્રી વસ્તુપાલાદિના દષ્ટાંતે આવા શ્રી સંઘનું અથવા પ્રવચનનું અવશ્ય આરાધના કરવાથી જિનનામ કર્મને અને બીજી પણ પુણ્ય પ્રકૃતિઓનો બંધ થાય છે, અને પાપકર્મોનો નાશ થાય છે. વિશેષ બીને દેશનાચંતામણિમાં જણાવી છે.
૪ શ્રી આચાર્યપદ-પાંચ ઈન્દ્રિયેનો નિગ્રેડ, નવ પ્રકારે બ્રહ્મચર્ય પાલન, ચાર કષાયને જય, પાંચ મહાવ્રતનું પાલન, પાંચ પ્રકારના આચારનું પાલન, તથા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન એ પ્રમાણે છત્રીસ ગુણેથી અથવા એવા છત્રીસ પ્રકારે છત્રીશ છત્રીશ ગુણોના સમુદાયથી જેઓ શોભી રહ્યા છે, જેઓ સકલ શાસ્ત્રના પારગામી છે, એવા સાધુઓમાં અગ્રેસર રાજા સરખા તે આચાર્ય ભગવાન જૈન શાસનને દીપાવનારા છે. તેથી ભવ્ય જીવએ પરમ ઉલ્લાસથી શ્રી આચાર્ય પદની સેવા કરીને નિકાચિત જિનનામ કર્મને