________________
૪૮૨
[ શ્રી વિજયપરિકૃતસમાધિ રૂપ લક્ષ્મીને કયારે પામીશ (હું ચાહું છું કે આપના પસાયથી આ સેવકને તેવી ઉત્તમ સમાધિ મળે )૨
હે પ્રભુ! હેમાતી રાગ વિગેરે આહુતિઓનું વારંવાર ભક્ષણ કરતા એવા ધ્યાન રૂપી અગ્નિની સાક્ષીએ શરીરને પણ નાશ થયા બાદ પાછળ આવનારી (તરત પ્રગટ થનારી) કેવલજ્ઞાન રૂપી લક્ષમીને હું કયારે વરીશ? (પામીશ) એટલે રાગાદિકનો ક્ષય થયા બાદ મને આપના પસાયથી કેવલજ્ઞાન ક્યારે થશે? ૩
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ પણ ગશાસ્ત્રમાં જણાવે છે કે હું વનને વિષે પદ્માસને બેઠેલે હોઉં તે વખતે મારા ખોળામાં નાનાં નાનાં હરણીયાં કૂદકા મારતાં હાય આવી સ્થિતિવાળા મારા મેંઢાને મૃગના ટેળાના અધિપતિઓ (મોટા મૃગ કયારે સુંઘશે? અને હું તે વખતે સમાધિથી લગાર પણ ચલાયમાન થાઉં નહિં એ વખત (સમય) કયારે આવશે. ૪
એક બાજુ શત્રુ ઉભે હેય ને બીજી બાજુ મિત્ર ઉભે હેય આ બંનેમાં (૧) અને એક બાજુ ઘાસ હોય અને બીજી બાજુ રત્નને ઢગલો હોય તે બેમાં (૨), એક બાજુ સોનું હોય ને બીજી બાજુ પત્થર પડ્યો હોય તે બેમાં (૩), તથા મેક્ષમાં અને સંસારમાં (૪) પણ હું સમદષ્ટિ વાળો-સમભાવ વાળો ક્યારે થઈશ. ૫
શાસનપ્રભાવક મહામંત્રી શ્રી વસ્તુપાળે પણ પ્રભુ દેવની આગળ આ પ્રમાણે ભાવના ભાવી છે કે હે શ્રી