________________
સ્પષ્ટાર્થ સહિત વૈરાગ્યશતક]
- ૪૭૩ વિનાની તથા પરનું અહિત કરનારી હોય છે. એ રીતે સજજન અને દુર્જન વાણુથી જુદા પડતા છે. જેથી સજજનને વાણીમાં કોયલના જેવો કહ્યા છે અને દુર્જનને કાગડાના જેવો કહ્યા છે.
તથા સેનું અને હળદર એ બને પીળા રંગવાળાં હેવાથી દેખાવમાં જે કે સરખાં છે, તે પણ સેનું તેજવંત ભારે નક્કર અને બીજાં અનેક સુંદર ગુણોથી ઘણું કિંમતી છે, કે જેના એક રૂપીઆભારના વીસથી પીસ્તાલીસ રૂપીઆ ઉપજે છે. તથા સોનામાં આઠ ગુણે રહેલા છે. તે બીજી આવૃત્તિની શ્રાવક ધર્મ જાગરિકામાં જણાવ્યા છે. અને હળદર નિસ્તેજ હલકી પિચી અને સેનાના જેવા સુંદર ગુણ વાળી હતી નથી તેથી એક રૂપિઆની આઠ શેર જેટલી સસ્તી મળે છે. તેમ સજજન અને દુર્જન મનુષ્ય દેખાવમાં એક સરખા છે તે પણ સજજને સોના સરખા કિમતી સગુણ વાળા હોય છે અને જેને દુષ્ટ સ્વભાવવાળા હવાથી હળદરના જેવા હોય છે, તેથી બને જૂદા છે. એ પ્રમાણે આ લેકમાં ત્રણે ઉપમાઓમાં રંગની સમાનતા છતાં ગતિ વિગેરે ગુણેથી જૂદાશ જણાવીને સજજનને અને દુર્જનને ભેદ (ફરક) જણાવ્યું છે, આ બીનાને યાદ રાખીને ભવ્ય જીવોએ સજનતાને ધારણ કરવી, તેવા પુરૂષના માર્ગે ચાલીને આત્માને નિર્મલ બનાવો. ૯૮
અવતરણ—હવે કવિ આ લેકમાં કઈ વૈરાગ્યવંત પુરૂષ (જેમાં પિતે પણ આવી જાય, એવા) વૈરાગ્યવંત