________________
સ્પાથ સહિત વૈરાગ્યશતક ] આ વિચારે સાધુઓને કવિ દીએ આશીષ એ, હૃદય કેરી બાદશાહી તત્ત્વ જાણી પામીએ. ૧૪ જેમ ડાકણું દુઃખ આપે નાર પણ છે તેહવી, આ આશયે ભાખી કવિએ નાર ડાકણ જેહવી; પ્રાણ દશ નર સંજ્ઞીને ધન પ્રાણ છે અગિઆરમે, ધન હરતા દશ તજે ધન મોહ દીસે કારમે. ૧૫ નાગણ વિષે વિષતિમ દ્રવિણમાં વૈરરૂપ વિષે જાણીએ, ઈર્ષ્યા કરે કેઈક જન ધન જોઈ એમ વિચારીએ એથી જ નાગણ જેવી લક્ષ્મી કહી છે કવિવરે, રાફડા જે ભયંકર તેમ ઘરવાસ ખરે. ૧૬ દૃષ્ટાંત શાલિભદ્રનું શુભ વાત ધન્ય કુમારની, આ ક્ષણે તું યાદ કરજે મલ્લિ નેમિ જિનેશની; નાર લક્ષ્મી મહેલ છડયા તેમણે ઉભા પગે, તેમ કરતાં આત્મ દીપક પૂર્ણ જ્યોતિ ઝગમગે. ૧૭
અક્ષરાર્થ–જે સાધુઓએ પૂર્વાવસ્થામાં અનુપમ પ્રેમવાળી પોતાની સ્ત્રીને પણ ડાકણના જેવી ગણને છોડી દીધી છે, તથા જેઓએ પોતાના પ્રાણથી પણ અત્યંત હાલી લક્ષમીને સર્પિણના જેવી ગણુને દૂરથી છોડી દીધી છે, તેમજ જેઓએ મનહર ચિત્રામણવાળા અને ઝરૂખાના સમૂહથી શોભતા એવા ઘર ( હેલ) ને પણ સાપના રાફડા જેવું ગણીને છોડી દીધું છે, એવા સંગ રહિતપણુ રૂપી