________________
અષ્ટાથ સહિત વૈરાગ્યશતક]
૩૭૮
જ્ઞાન સાચો મિત્ર સાચો શત્ર કામ ન ભૂલીએ, ધર્મ સાચો છે દયા સાચી જરા રમણી ખરે; મિત્ર ટાળે આપદા શુભ બંધ આપે સંપદા, વિવિધ હાનિ કરે જ શત્રુ કામ તેમ કરે સદા. ર૬પ બહુ રીત કરતી ક્ષીણતા જિમ દેહીમાંહી વૃદ્ધતા, નાર પણ તેવું કરે આ દેહમાં પણ ક્ષીણતા, મિત્ર પાસે રાખ ને ધર્મ પ્રતિદિન સેવા, શત્ર નારી સંગ આપે કષ્ટ તજવા જેઉવ. ૨૬૬
અક્ષરાર્થ–-જ્ઞાન એ જ પરમ મિત્ર છે, કામદેવ એ જ પરમ શત્રુ છે. અહિંસા એ જ પરમ ધર્મ છે, અને સ્ત્રી એ જ પરમ વૃદ્ધાવસ્થા (જલદી ઘડપણ લાવનારી) છે. ૭૯
સ્પષ્ટાર્થ—જેમ સાચે મિત્રપિતાના મિત્રની આપદા દૂર કરે છે, અને સુખ આપે છે, કષ્ટ વખતે હાજર થાય છે અને રક્ષણ કરે છે તેમ જ્ઞાન પણ સર્વ પ્રકારનાં દુઃખ દૂર કરે છે, સુખ આપે છે અને આત્મ ગુણનું સંરક્ષણ કરે છે. કારણ કે સંસારના તાપથી તપેલે જીવ સદગુરૂ પાસે શ્રુતજ્ઞાનનું શ્રવણ કરી શાન્તિ પામે છે, અથવા પિતે પૂર્વ પુરૂના ચરિત્રે વાંચીને અથવા કમદિકનું સ્વરૂપ વિચારીને શાન્તિ પામે છે, અને જ્ઞાનના પ્રભાવથી પરિણામે સંસા૨ની સર્વ ઉપાધિ છૂટતાં ચારિત્ર ગ્રહણ કરીને જીવ દયા વિગેરે ધર્માનુષ્ઠાનથી યેગી આત્મા પરમ શાંતિ અનુભવે