________________
૩૪૪
[ શ્રી વિજ્યપદ્રસૂરિકૃતહે મેહ! મને હવે શ્રી સદગુરૂની કૃપા પુણ્યથી પ્રાપ્ત થઈ છે માટે તું હવે મ્હારા હૃદયમાંથી એકદમ નિકળી જા એમ પિતાની મેળે સમજી જઈને માનભર નિકળી જવું એ પણ તારે વ્યાજબી છે ]
સ્પષ્ટાર્થ–જેન સિવાયના હિન્દુઓનું મોટામાં મેટું તીર્થધામ કાશીક્ષેત્ર છે, પુરાણ વિગેરે હિન્દુ શાસ્ત્રોમાં એ તીર્થનું ઘણું મહામ્ય કહેલું છે. જેમ જેનું મોટું તીર્થધામ શ્રી સિદ્ધાચલ છે, તેમ એ કાશી તીર્થધામ એ હિંદુઓનું મહાતીર્થ છે, તેથી ત્યાં હજારે યાત્રાળુઓ દેશ પરદેશથી યાત્રાએ જાય છે, એટલું જ નહિં પરંતુ તે યાત્રાળુઓ દૂર પરદેશમાં મરણ પામેલા પુરૂષનાં હાડકાં પણ કાશીક્ષેત્રમાં લઈ જઈ ગંગા નદીમાં પધરાવવાથી તથા માથે કરવત મૂકાવી હેરાઈ જઈ મરણ પામવાથી પણ પરિણામે મુક્તિ મળે છે એવું માને છે. એવા તીર્થ ધામમાં પરદેશી યાત્રાળએને ઠગવા માટે પણ ત્યાં હજારે ધૂતારાઓ રહે છે ને ભેળા યાત્રાળુઓને પોતાની પ્રપંચ જાળમાં ફસાવી તેમને ધનમાલ પડાવી લે છે અને ઘણાને જાન પણ લે છે. તેથી લેકમાં એ ઠગો “કાશીના ઠગારા” એ નામથી પ્રસિદ્ધ થયેલા છે. અહિં કવિ મોહને પણ એવા કાશીના ઠગની સાથે સરખાવતાં કહે છે કે મેહ! જેમ કાશીના ઠગ ભેળા યાત્રાળુઓને ઠગી તેને ધન માલ ને જાન લે છે તેમ તે પણ મારા અજ્ઞાન વડે ઢંકાયેલા ભેળા ચિત્તને ઠગીને મારૂં નિર્મલ જ્ઞાન દર્શન ચરિત્ર રૂપ ધન પડાવી લઈ મને ભીખારી