________________
સ્પષ્ટાર્થ સહિત વૈરાગ્યશતક ]
૨૫૭ સમુદ્રમાં ડૂબી જાય છે તેથી કઈક વૈરાગ્યવંત છવ કઈ વૈરાગ્યવંત પિતાના મિત્રને ઉપદેશ આપે છે કે હે મિત્ર! તું આ સંસાર રૂપ સમુદ્રમાં અનંત કાળથી ડૂબી રહ્યો છું, માટે હવે જે કાંઠે આવવું હોય અથવા આ સંસાર સમુદ્રને પાર પામ હોય તો ગુરૂ મહારાજના કહેવા મુજબ ઉત્તમ જ્ઞાન રૂપી વહાણમાં બેસી જા, એટલે ગુરૂના ઉપદેશથી તે ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કર, કે જે ઉત્તમ જ્ઞાન ઉત્તમ શ્રદ્ધા અને ચારિત્ર વાળું છે તથા શીળવાળું છે, અને ગુરૂ આજ્ઞાની આરાધનાથી મજબૂત બનેલું છે, અને તેનું ઉત્તમ જ્ઞાન રૂપી વહાણ જ્યાં સુધી સ્ત્રીઓનાં અંગે જોઈને થતા રાગ રૂપે ખડકમાં અથડાય નહિં ત્યાં સુધીમાં તું ઝટ બેસી હંકારીને આ સંસાર સમુદ્ર તરીજા, અને જે કદાચ ખડકના માર્ગ ન જાણવાથી હંકારવામાં ભૂલ થઈ સ્ત્રીઓની ખડકેમાં અથડાઈ પડશે તે જરૂર એ ઉત્તમ જ્ઞાન રૂપ વહાણ ભાગી જશે, તેથી પવિત્ર શ્રદ્ધા અને ચારિત્રવાળું ઉત્તમ જ્ઞાન જ્યાં સુધી સ્ત્રીઓના સંગવાળું થયું નથી ત્યાં સુધીમાં તું આ ભવને પાર પામી જા અને કદાચ સ્ત્રીઓને પરિચય અથવા રાગ થયે તે જરૂર તારું નિર્મલ ચારિત્ર સહિત ઉત્તમ જ્ઞાન નાશ પામી જશે. આ કનું ખરું રહસ્ય એ છે કે પવિત્ર ચારિત્રવાળું જ્ઞાન સ્ત્રીઓના પરિચયથી નાશ પામે છે માટે ચારિત્રધારી જ્ઞાની મુની મહાત્માઓએ સ્ત્રીને પરિચય જરા પણ કરે નહિં. કારણ કે ઉત્તમ જ્ઞાન ચારિત્રને ટકાવ શીલને જ આધીન છે. “ોધ' અહીં “ર” પદથી એમ સમજાય છે કે ઉત્તમ જ્ઞાનની સાથે ઉત્તમ દર્શન અને