SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ [ શ્રી વિજયપધ્ધસૂરિકૃતભય હોવાથી અને પરિણામે એ પદાર્થો અનેક જન્મ મરણ આપનાર હોવાથી તે પદાર્થોની મમતાને છેડીને વેગ સાધનમાં તલ્લીન થવું એજ કલ્યાણકારી છે. જે એમ નિર્ણય થયે હેત કે મરણ આવવાનું જ નથી તો એ આનંદી પદાર્થોને કોણ છોડે? અર્થાત કેઈ ન જ છોડે. વિગેરે મુદ્દાઓને લક્ષ્યમાં રાખીને અહિં ગ્રંથકાર કવિ એમ જણાવે છે કે સ્ત્રી વિગેરે આનંદ વિલાસના પદાર્થો તે ઘણું કરીને સર્વ સંસારી જીને આનંદ આપનારા છે, પરંતુ એ આનંદી પદાર્થોની આશાઓને સર્વથા ભંગ કરનાર એટલે આશાએ (આનંદ) રૂપી ઝાડને કાપી નાખવામાં કુહાડા સરખું મરણ જન્મેલા જાની પાછળ ભમે છે. કહ્યું છે કે “જે જમ્યા, તે જરૂર મરવાના જ” એવી સમજણ વાળા ભવ્ય જીવોને એ પદાર્થો વહાલા લાગતા નથી, તેમજ સંસારી જીને સ્ત્રી વિગેરે પદાર્થો જે પ્રીય લાગે છે તે કેવળ મોહને લઈને જતત્વદષ્ટિએ તેમાં પ્રેમ થ ન જ જોઈએ. છતાં મેહ કર્મને પરવશ પડેલા પામર છે તે પદાર્થોની પાછળ દોડધામ કરી મૂકે છે, અને ત્યાગી પુરૂષ તે પદાર્થો પ્રીય લાગે એવા હોવા છતાં પણ મરણના ભયથી છેડી દે છે. અને ખરી શાંતિનો અનુભવ કરી અ૫ કાળમાં સંસાર સમુદ્રને પાર પામે છે. આ બીનાને લક્ષ્યમાં રાખીને ભવ્ય જીવેએ આયુષ્યની ચપળતાને વારંવાર વિચાર કરે જોઈએ. અને વિભાવ રમણતામાંથી પાછા હઠીને નિજ ગુણ રમણતા કરીને સ્વપર તારક બનવું એ આ લેકનું રહસ્ય છે. ૨૯
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy