SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ મેચિત ક2વ કરવા તે તેને અને જે સ્પણથ સહિત વૈરાગ્યશતક ] નીતિશાસ્ત્રમાં જણાવેલા ચાર મૃત્યુના દ્વાર એટલે વગર મતે મારનારા ચાર વાનાં યાદ કરવા જોઈએ. તે આ પ્રમાણે૧. અનુચિત કર્મારંભ-જે કામ કરવાથી દેવ, ગુરૂ, ધર્મ, મા, બાપ લજવાય, તેવું કરવાની ભાવના પણ ન કરવી જોઈએ. કદાચ તેવા વિચાર આવે તે તેને તરત દબાવી દેવા જોઈએ. આ વસ્તુ સ્થિતિને ભૂલી જઈને જેઓ અછાજતા પાપ કાર્યની શરૂઆત કરે છે, તેઓ જરૂર વગર મતે જ અસમાધિ મરણ પામે છે. ૨. સ્વજન વિરેાધસગા સંબંધીના સમુદાયમાં હળી મળીને રહેવું જોઈએ, વાણીમાં મીઠાશ રાખીને સંપ વધાર જોઈએ. કારણ કે જ્યાં સંપ. હોય ત્યાં જ જંપ (શાંતિ) હોય છે. સંપને લઈને આપત્તિના સમયમાં એક બીજાનું આલંબન મળે છે. આ બધી વાતને ભૂલી જઈને જેઓને સ્વભાવ સ્વજન વર્ગમાં ઝગડા રૂપી અગ્નિ સળગાવવાને હોય છે તેઓ વગર મતે અસમાધિ મરણ પામે છે. ૩. બેલીયા સ્પર્ધા-પિતાના કરતાં જેઓ વધારે બળવાન હય, તેઓની સાથે સ્પર્ધા કરવી નહિ. તેમ કરવાથી અચાનક અસમાધિ મરણ થાય છે. જો કે શેરને માથે સવા શેર હોય” આ કહેવત પ્રમાણે કદાચ સામા બલવંતને પણ પિતે હરાવી શકે તે હોય, તે પણ આ રીતે સ્પર્ધા કરવામાં વેર ઝેર બહુ જ વધે છે, એમ સમજીને આવી સ્પર્ધા ન જ કરવી જોઈએ. છતાં જેઓ કરે છે, તેઓ વગર મતે મરણ પામે છે. ૪. અમદાજન વિશ્વાસ-અહીં પ્રમદા શબ્દથી માયાદિ દેથી ભરેલી સ્ત્રીઓ જાણવી. તેવી સ્ત્રીઓને વિશ્વાસ રાખનારા ઘણા જીવે
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy