SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ શા આધારે જનસમાજ માની બેઠેલ છે, તે આ લખનારથી સમજતું નથી. એ વાત તે સહુ કોઈ કબૂલ કરે છે કે–કરેલાં શુભાશુભ કર્મનાં ફળ કઈ પણ કાળે ભોગવવાં તે પડે છેજ, અને તે પણ જ્યાં સુધી આત્મા પિતાપિતાના સ્વરૂપને જાણે નહિ-વિભાવમાંથી નીકળી સ્વભાવમાં ન આવે ત્યાં સુધી તે સદુદ્યમ કરી શકે નહિ. એ કર્મનાં આવરણેને દૂર કરવાને પોતે પોતાની શક્તિને ઉપયોગ ન કરતાં મનને અધીન વર્તે ત્યાંસુધી તો તે આત્માને પોતે કર્મથી નિર્લેપ હોવા છતાં કર્મબંધનથી બંધાઈને જન્મ જરા મરણના અને જન્મ જન્માંતરના ફળવિપાક ભોગવવા પડવાનાજ, કારણકે બંધન અને મુક્તિનું કારણ મન છે. એ મન જીતાઈ જાય, મન આત્માને અધીન બની જાય, મન મરી જાય, એટલે એજ ઘડીએ આત્માની દેહાધ્યાસાદિની સઘળી ભ્રમણા ટળી જાય અને સ્વસ્વરૂપમાં સ્થિત થઈ, અરણુંક મુનિ કે ગજસુકુમાર મુનિની પેઠે અલ્પ સમયમાં કૈવલ્યજ્ઞાન અને કૈવલ્યદર્શનને પ્રાપ્ત કરી કદાચ અંતકૃત કેવળી થઈને પરમ પદે સ્થિત થાય. એટલા માટેજ શ્રીવીતરાગ દેવે કહ્યું છે કે- જીજે કયા જવ અર્થાત એક મનને જીત્યું એટલે પાંચે ઈદ્રિય જીતાઈ ગઈ, અને પાંચ ઈ દ્રિયોના વિષયો છતાયા એટલે સર્વ કાંઈ છતાઈ ગયું. શ્રીમાન આનંદઘનજી મહારાજે શ્રી કુંથુનાથજીના સ્તવનમાં કહ્યું છે કે “મન જીત્યું તેણે સઘળુંરે જીત્યું, એ વાત નહિ ખટી" આ કથન સંપૂર્ણ સત્ય છે. મનને જીતવા માટે અને કર્મનાં આવરણો દૂર કરવા માટે : કર્મના સ્વરૂપને જાણવું જોઈએ, કારણકે જે વસ્તુસ્થિતિ હાનિકારક હોય, જે પ્રવૃત્તિથી કઈ પણ જાતનું નુકસાન થતું હોય, તે વસ્તુ અથવા પ્રવૃત્તિના યથાર્થ સ્વરૂપને જાણવું જોઈએ. તેના .
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy