________________
૧૧૪
આઉર પરચક્ખાણ પત્રો
एस करेमि पणामं, जिणवर-वसहस्स वद्धमाणस्स। सेसाणं च जिणाणं, सगणहराणं च सव्वेमि ॥११॥
અર્થ - જિનને વિષે વૃષભ સમાન વાદ્ધમાન સ્વામીને વળી ગણધર સહિત બાકીના સર્વ તીર્થકરોને આ હું નમસ્કાર કરું છું. ૧૧ सव्वं पाणारंभ, पञ्चक्खामित्ति अलियवणं च । सबमदिन्नादाणं, मेहुण्णपरिग्गरं चेव ॥१२॥
અર્થ :- આ પ્રકારે હું સર્વ પ્રાણીઓના આરંભને, અલિક (અસત્ય વચનને, સર્વ અદત્તાદાન (ચેરી)ને, મૈથુન અને
પરિગ્રહને પચ્ચખું છું. ૧૨ सम्मं मे सवभूएसु, वेरै मज्झ न केणइ । आसाओ वासिरित्ताणं, समाहिमणुपालए ॥१३॥
અર્થ - મારે સર્વ પ્રાણીઓને વિષે મિત્રપણું છે, કેઈની સાથે મારે વેર નથી, વાંચ્છાઓને ત્યાગ કરીને હું સમાધિ રાખું છું. ૧૩ सव्वं चाहारविहिं, सन्नाओ गारवे कसाए अ । सव्वं चेव ममत्तं, चएमि सव्वं खमावेमि ॥१४॥
અર્થ - સર્વ પ્રકારની આહાર વિધિને, સંજ્ઞાઓને, ગારને, કષાયને અને સર્વ મમતાને ત્યાગ કરૂં છું. સર્વને ખમાવું છું. ૧૪