SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ લ0 પરિવર્તના આદિ ધર્મ કથામાં વર્તમાન હોવા છતા ભણતા ભણાવતાં, ઉપદેશ કરતા, પરાવર્તન કરતા-કરાવતા પણ પોતે સ્વયં શ્રુતજ્ઞાનમાં ઉપયોગ વિનાના હોવાથી આગમને આશ્રય કરી તેને દ્રવ્યશ્રુત કહેવાય છે. શાસ્ત્રોના પાનાઓના નંબર યાદ રાખવા છતાં, કયો વિષય ક્યાં આગમમાં છે ? તેની બીજાઓને આશ્ચર્ય પમાડે તેવી માહિતી ધરાવનાશ છતાં, શિષ્યોને ભણાવતા ક્યાંય પણ ભૂલ ચૂક ન થાય તે પૂરે પૂરી કાળજી રાખવા છતાં પણ પોતે પોતાના માર્નારક અધ્યવસાયોમાં તે મૃત પ્રત્યે ઉપયોગવિનાના હોવાથી તેઓ દ્રવ્યકૃતમાંજ અટવાઈ ગયેલા હોય છે, (સૂત્ર 33) | સર્વથાનિષ્પક્ષપાત જૈન શાસને ઉપયોગ હિત ગમે તેવા અકાટય વિદ્વાન, વક્તા, લેખક, ઉપદેશક કે શ્રોતાને પણ ભાવ શ્રુતના માલિક બનાવ્યા નથી. નોઆગમથી દ્રવ્યશ્રુત જ્ઞશરીર, ભવ્ય શરીર અને તે બંને થી વ્યક્તિ આ પ્રમાણે ત્રણ પ્રકારે છે. (૩૪) આયુષ્ય કર્મની બેંડીમાંથી મુકત થયેલા જીવો જે છવિતાવસ્થામાં બહુશ્રુત, આગમોના પાઠક અને ઉપદેશક હતા, તેમનું મૃતશરી૨શધ્યા-સંસ્તા૨કાદિપ૨મૂકેલું હોય, તે સમયે સૌ ના મુખમાંથી એકજ શબ્દનું ઉચ્ચારણ થાય છે કે અહો ! આ મુનિ શ્રુતજ્ઞાનના જોરદાર અભ્યાસી હતા, માટે તેને જ્ઞશરીર નોઆગમ થી દ્રવ્યશ્રત કહેવાય છે. યદાપિ
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy