SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ બે સપ્તતિકા કર્મગ્રંથ ૨ પ્રકાશકીય... સપ્તતિકા...કર્મગ્રંથ... ખૂબ જ જટિલ છે. ગહન વિષય છે. કર્મના સૂક્ષ્મ પદાર્થોનું ગહન ચિંતન છે. અમારા પરમ ઉપકારી ગુરુદેવ પૂજ્યપાદ તપાગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયવર્તિની પ્રવર્તિની પૂ. સાધ્વીજી શ્રી જયાશ્રીજી મ. ના નિશ્રાવર્તિની પૂ. સા. શ્રી નિર્મમાશ્રીજી મ. ના શિષ્યા, પૂ. સા. શ્રી ઈન્દુરેખાશ્રીજી મ. ના શિષ્યા પૂ. સા. શ્રી દિવ્યગિરીશ્રીજી વિ. સં. ૨૦૫૧ ના સુરતના ચાતુર્માસમાં પંડિતજી રસિકભાઈ પાસે કર્મગ્રંથનો સુંદર અભ્યાસ કરતા હતા...! એ કર્મગ્રંથ વિષયક સુંદર લખાણ એમણે તૈયાર કરેલું, ત્યારે જ અમે પ્રકાશિત કરવાની ભાવના વ્યક્ત કરેલી. આજે આ ગ્રંથ પંડિતજી રસિકભાઈ શાંતિલાલ મહેતાના વિદ્વત્તાપૂર્વકના સંપાદન તળે. - પ્રવચન પ્રભાવક પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય ગુણશીલસૂરીશ્વરજી મ. સા. ના સદુપદેશથી અમારી સંસ્થા પ્રકાશિત કરી રહી છે તે અમારા માટે ગૌરવની વાત છે. પ્રસ્તુત ગ્રંથમાં ઉદાર હાથે સહાય કરનારા સંઘો આદિ ભાગ્યશાળીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પ્રસ્તુત ગ્રંથને સુંદર, સુરેખ બનાવવા જયંત પ્રિન્ટરીના માલિક શ્રી છોટુભાઈએ સુંદર મહેનત કરી છે તે બદલ તેઓના પણ આભારી છીએ. પ્રાંતે કર્મ વિષયક સાહિત્યનું ચિંતન-મનન કરી આપણે સૌ શીઘ્રતાથી કમરહિત બનીએ એ જ મનોકામના. લિ. ઉમેશચન્દ્ર ભોગીલાલ શાહ (દ્વિતિયાવૃત્તિ પ્રસંગે) અમારા ટ્રસ્ટ તરફથી વિ. સં. ૨૦૧૬માં પ્રકાશિત થયેલ સપ્તતિકા કર્મગ્રંથની-નકલોઅલભ્ય થઈ જતા સુવિશાલગચ્છાધિપતિ પૂ. પા. આ. ભ. શ્રી વિજય હેમભૂષણસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. ભ. શ્રી વિજય ગુણશીલ સૂ. મ. સા. ના સદુપદેશથી શ્રી દાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિર અને પૌષધશાળા અમદાવાદના જ્ઞાનદ્રવ્યના અપૂર્વ આર્થિક સહયોગના કારણે આ પુસ્તકની ક્રિતિયાવૃત્તિ પ્રકાશિત કરીએ છીએ. લિ. પ્રકાશક
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy