SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ ઔદારિક શરીર ૧૪ ઔદારિક અંગોપાંગ ૧૫ હુંડક સંસ્થાન સપ્તતિકા કર્મગ્રંથ ૦ Wove પ્રત્યેક અસ્થિર ૨૦ ૨૧ ૨૨ અશુભ અપર્યાપ્ત એકે. પ્રાયો. ૨૩ પ્રકૃતિમાં ઔદા. અંગોપાંગ અને છેવટઠુ સંઘયણ ઉમેરવાથી ૨૫નું બંધસ્થાન અપર્યા. બેઈન્દ્રિય પ્રાયોગ્ય થાય, તેમાં એકે. જાતિના બદલે બેઈ. જાતિ કહેવી. તેમજ સ્થાવરના બદલે ત્રસ તથા સૂક્ષ્મ-બાદર સાધારણ-પ્રત્યેક એ વિલ્પના બદલે બાદરપ્રત્યેક જાણવાં. બેઈન્દ્રિયાદિની સાથે સૂક્ષ્મ અને સાધારણ નામનો બંધ થાય નહી. અપર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાયોગ્ય ૨૫નું બંધસ્થાન મિથ્યાદષ્ટિ મનુષ્ય અને તિર્યંચ બાંધે. અહિં એક પણ પ્રકૃતિ વિકલ્પવાળી નથી માટે અપર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ ના બંધસ્થાનનો ૧ ભાંગો થાય. પૂર્વોક્ત ૨૫માં પરાઘાત, શ્વાસોશ્વાસ, અશુભ વિહાયોગતિ અને દુઃસ્વર એ ૪ પ્રકૃતિ ઉમેરવાથી પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાયોગ્ય ૨૯નું બંધસ્થાન થાય અને અહીં અપર્યાપ્ત નામને બદલે પર્યાપ્તનામકર્મ સમજવું. પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાયોગ્ય ૨૯નું બંધસ્થાન મિથ્યાદષ્ટિ મનુષ્ય અને તિર્યંચ બાંધે. ૨૯ ના બંધમાં સ્થિર, શુભ, યશ એ ત્રણ પ્રતિપક્ષી બંધાતી હોવાથી ૨૯ના બંધસ્થાનના ૮ ભાંગા ઘટે (સ્થિરાદિ-શુભાદિ-યશાદિના ભાંગા માટે જૂઓ પા. ૪૨) પૂર્વોક્ત ૨૯માં ઉદ્યોત ઉમેરવાથી પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાયોગ્ય ૩૦નું બંધસ્થાન થાય. પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાયોગ્ય ૩૦નું બંધસ્થાન મિથ્યાદષ્ટિ મનુષ્ય અને તિર્યંચ બાંધે. ૩૦ ના બંધમાં પણ સ્થિર, શુભ, યશ એ ત્રણ પ્રતિપક્ષી બંધાતી હોવાથી ૩૦ના બંધસ્થાનના ૮ ભાંગા થાય. આ પ્રમાણે બેઈ પ્રાયો. ૨૫ ના બંધનો ૧ બેઈ પ્રાયો. ર૯ ના બંધનો ૮ બેઈ પ્રાયો. ૩૦ ના બંધનો ८ ભાંગો ભાંગો ભાંગો કુલ ૧૭ ભાંગા થાય એજ રીતે તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય પ્રાયોગ્ય બંધસ્થાન અને બંધભાંગા થાય છે. ફકત બેઈ. જાતિના સ્થાને તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય જાતિ કહેવી. તેથી વિકલેન્દ્રિય પ્રાયોગ્ય બંધસ્થાનોના બંધભાંગા કુલ ૫૧થાય. ૪૪
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy