SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ de la locul arushed to be able દ્વિતીય સ્થિતિમાં રહેલ સં. ક્રોધની પ્રથમ કિટ્ટીના દલિયા આકર્ષીને પ્રથમ સ્થિતિ રૂપે અંતર્મુહૂર્ત પ્રમાણે ગોઠવે અને તેની એક આવલિકા બાકી રહે ત્યાં સુધી ભોગવે. ૨૭) ત્યારબાદ બીજી સ્થિતિમાંથી બીજી કિટ્ટીના દલિક આકર્ષીને પ્રથમ સ્થિતિરૂપે અંતર્મુહૂર્ત પ્રમાણ ગોઠવે અને એક આવલિકા બાકી રહે ત્યાં સુધી ભોગવે. ૨૮) બીજી કિટ્ટીના પ્રથમ સ્થિતિરૂપ ગોઠવેલ દલિકને ભોગવતો પ્રથમ કિટ્ટીની એક આવલિકા શેષ છે. તેને પણ તેની સાથે સંક્રમાવી ભોગવે. ૨૯) બીજી કિટ્ટીની પ્રથમ સ્થિતિરૂપે કરેલ દલિકની એક આવલિકા શેષ રહે ત્યાં ત્યારે ત્રીજી કિટ્ટીના દલિયા આકર્ષીને પ્રથમ સ્થિતિરૂપે અંતર્મુહૂર્ત પ્રમાણ ગોઠવે અને એક આવલિકા બાકી રહે ત્યાં સુધી ભોગવે. તેની સાથે બીજી કિટ્ટીની એક આવલિકા શેષ છે તે પણ સંક્રમાવી ભોગવે. 30) આમ ત્રણ કિટ્ટીને ભોગવવાના કાળ દરમ્યાન સં. ક્રોધની બીજી સ્થિતિમાં રહેલ દલિયાને ઉદ્ગલના સંક્રમવડે સંક્રમાવે. ત્રીજી કિટ્ટીની પ્રથમ સ્થિતિ એક આવલિકા શેષ રહે ત્યારે. ૩૧) સં. ક્રોધના બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ થાય છે. તે વખતે પ્રથમ સ્થિતિમાં રહેલ એક આવલિકા અને દ્વિતીય સ્થિતિમાં નવું બંધાયેલ સમય ન્યૂન આવલિકા સિવાયનું બધું ક્ષય થઈ જાય છે. ૩૨) જે સમયે ક્રોધના બંધાદિ વિચ્છેદ થાય છે. તેના પછીના સમયથી સંજવ. માનની દ્વિતીય સ્થિતિમાંથી પ્રથમ કિટ્ટીરૂપ દલિયા આકર્ષીને પ્રથમ સ્થિતિરૂપે ગોઠવે છે અને ભોગવે છે. તેની સાથે સંક્રોધનું પ્રથમ સ્થિતિનું ત્રીજી કિટ્ટીનું એક આવલિકા બાકી છે તેને સિબુક સંક્રમવડે પ્રથમ સ્થિતિમાં સંક્રમાવી નાશ કરે છે. અને દ્વિતીય સ્થિતિમાં રહેલા સં. ક્રોધના દલિયાને બે સમય ન્યૂન બે આવલિકા કાળે ઉદ્દલનાનુવિદ્ધ ગુણસંક્રમવડે સંક્રમાવી ચરમ સમયે સર્વ સંક્રમ વડે સંક્રમાવે છે અને સંપૂર્ણ ક્ષય થાય છે. ૩૩) સં. માનની પ્રથમ સ્થિતિ રૂપ કરેલ પ્રથમ કિટ્ટી એક આવલિકા શેષ રહે ત્યારે સં. માનની બીજી સ્થિતિમાંથી બીજી કિટ્ટીના દલિકને આકર્ષીને પ્રથમ સ્થિતિરૂપ કરે અને આવલિકા શેષ રહે ત્યાં સુધી વેદે. ત્યાર પછી ત્રીજી કિટ્ટીને પ્રથમ સ્થિતિ રૂપે કરે અને વેદે. ૪૫૨
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy