SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ Sak ક્ષપક શ્રેણી मणुअगइ जाइ तस बायरं च पज्जवसुभगमाइज्जं। जसकित्ती तित्थयरं, नामस्स हवंति नव एआ ॥ ८५ ॥ મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસનામ, બાદરનામ, પર્યાપ્ત નામ, સુભગનામ, આદેયનામ,યશઃ કીર્તિનામ, અને તીર્થંકર નામ એ નવ પ્રકૃતિઓ નામકર્મની હોય છે. ૮૫ મતાંતર ગાથા तच्चाणु पुव्वि सहिआ, तेरस भवसिद्धिअस्स चरमंमि । संतंसगमुक्कोसं, जहन्नयं बारस हवंति ॥८६॥ મનુષ્યાનુપૂર્વી સહિત તેર સત્તા કર્મ પ્રકૃતિઓ તદ્ભવ મોક્ષગામી અયોગિને છેલ્લે સમયે ઉત્કૃષ્ટથી હોય અને જઘન્યથી બાર હોય ।।૮૬ ॥ मणुअगइसहगयाओ, भवखित्तविवाग जिअविवागाओ। वे अणि अन्नयरुच्चं चरम- समयंमि खीअंति ॥ ८७ ॥ મનુષ્યગતિ સાથે ઉદય છે, જેનો એવી અગ્યાર પ્રકૃતિ (મનુષ્યાયુ), તે ભવ-વિપાકી (મનુષ્યાનુપૂર્વી) ક્ષેત્રવિપાકી અને જીવ-વિપાકી (નામકર્મની નવ) પ્રકૃતિઓ તથા એક વેદનીય અને ઉચ્ચગોત્ર ભવ્યસિદ્ધીકને છેલ્લા સમયે ક્ષય પામે છે. ૮૭ અહીં માત્ર ગાથાર્થ કહીને હવે, ક્ષપકશ્રેણિનું વિસ્તારથી વર્ણન કહેવાય છે. ક્ષપકશ્રેણીનું વિસ્તારથી સ્વરૂપ ક્ષપકશ્રેણી પ્રારંભ કરે તે મનુષ્ય અવશ્ય આઠ વર્ષ ઉપરની ઉંમરનો હોય. વિશુદ્ધિ વગેરે પૂર્વની જેમ સમજવું. ક્ષપકશ્રેણી આરંભતો મનુષ્ય ૭ મા ગુણઠાણમાં વર્તતો દર્શન સપ્તકનો ક્ષય થયા પછી અબધ્ધાયુઃ આત્મા ક્ષેપક શ્રેણી કરે. એટલે ચારિત્ર મોહનીયની ૨૧ પ્રકૃતિનો ક્ષય કરવા ત્રણ કરણ કરવા પૂર્વક ક્ષેપક શ્રેણી પ્રારંભે તેમાં ૧) યથાપ્રવૃત્તકરણ- અપ્રમત્તસંયમ ગુણસ્થાનકે અંતર્મુહૂર્ત કાળે આ કરણ કરે, યથાપ્રવૃત્ત કરણનું વર્ણન પૂર્વની જેમ જાણવું ત્યાર પછી ૨) અપૂર્વકરણ- અપૂર્વ કરણ ગુણસ્થાનકે આ કરણ કરે. ક્ષપક અને ઉપશામકને, આ ગુણસ્થાનકને આજ સુધી ન આવ્યા હોય તેવા અપૂર્વ અધ્યવસાય અહીં હોય છે. તેથી ૪૪૮
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy