SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ N R સપ્તતિકા કર્મગ્રંથ 5 % ૨૧) અંતરકરણની ઉદયવતી પ્રકૃતિના પ્રથમ સ્થિતિના ત્રણવેદ અને ચાર કષાયના ઉદયકાળનું અલ્પબદુત્વઆ પ્રમાણે છે. સ્ત્રીવેદ અને નપુંસક વેદનો ઉદયકાળ સર્વથી અલ્પ અંતર્મુહૂર્ત (પરસ્પર સરખો) તેનાથી પુરુષવેદનો સંખ્યાત ગુણ તેથી સં. ક્રોધ-માન-માયા અને લોભનો ઉદયકાળ વિશેષાધિક-વિશેષાધિક અંતર્મુહૂર્ત જાણવો. ૨૨) જો સંજવલન ક્રોધના ઉદયે શ્રેણી આરંભે તો જ્યાં સુધી અપ્રત્યા. તથા પ્રત્યાખ્યાનાવરણનો ઉપશમન થાય ત્યાં સુધી સંજવલન ક્રોધનો ઉદય હોય છે. જો સંજવલન માનના ઉદયશ્રેણી આરંભે તો જ્યાં સુધી અપ્રત્યાખાન, પ્રત્યાખાન માનનો ઉપશમન થાય ત્યાં સુધી સંજવલન માનનો ઉદય હોય છે. જો સંજવલન માયાના ઉદયે શ્રેણી આરંભે તો જ્યાં સુધી અપ્રત્યા. તથા પ્રત્યા.માયાનો ઉપશમ ન થાય ત્યાં સુધી સંજવલન માયાનો ઉદય હોય છે અને સંજવલન લોભના ઉદયમાં વર્તતો જીવ જો શ્રેણી પ્રારંભે તો જ્યાં સુધી અપ્રત્યા. પ્રત્યા. લોભનો ઉપશમ ન થાય ત્યાં સુધી બાદર સંજવલન લોભનો ઉદય હોય છે. ૨૩) સર્વ પ્રકૃતિઓનું અંતરકરણ નીચેની (પ્રથમ) સ્થિતિની અપેક્ષાએ વિષમ અને ઉપરની (બીજા)સ્થિતિની અપેક્ષાએ સમાન હોય છે. ૨૪) અંતરકરણની ક્રિયા એક સ્થિતિઘાતના કાળમાં પૂર્ણ થાય છે. ૨૫) અંતરકરણના દલિકનો પ્રક્ષેપવિધિ-અંતરકરણ કરતી વખતે : ૧) જેનો બંધ અને ઉદય બંને હોય તેના અંતરકરણના દલિયા પ્રથમ અને દ્વિતીય એમ બંને સ્થિતિમાં નાખે છે. જેમ પુરૂષવેદારુઢ શ્રેણી આરંભે તો તેના અંતરકરણના દલિયા બંને સ્થિતિમાં નાખે. જેનો માત્ર ઉદય હોય પણ બંધ ન હોય તેના અંતરકરણના દલિયા પ્રથમ સ્થિતિમાં નાખે છે જેમ નપું. અથવા સ્ત્રીવેદના ઉદયમાં વર્તતો જીવ શ્રેણી આરંભે તો તેના અંતરકરણના દલિયા પ્રથમ સ્થિતિમાં નાખે. જેનો માત્ર બંધ હોય પરંતુ ઉદય ન હોય તેના અંતરકરણના દલિયા બીજી સ્થિતિમાં નાખે છે. જેમ નપું-અથવા સ્ત્રીવેદમાં વર્તતો શ્રેણી આરંભે તો પુરૂષવેદના દલિયા બીજી સ્થિતિમાં નાખે. ૪) જેનો બંધ-ઉદય એકેય ન હોય તેના અંતરકરણના દલિયા પરપ્રકૃતિમાંનાખે, જેમ અપ્રત્યા. પ્રત્યા. ના દલિયા સંજવલન કષાયમાં નાખે. ૪૪૧
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy