SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ VRSAR સપ્તતિકા કર્મગ્રંથ બેબોલ... ષષ્ટ કર્મગ્રંથ એ ભિન્ન-ભિન્ન ગતિ આદિમાં કર્મના બંધ ઉદય અને સત્તાનું સ્પષ્ટીકરણ કરતો એક લગભગ બે હજાર વર્ષથી પણ પુરાતન પ્રાચીન ગ્રન્થ છે. એનું ભાંગાઓનું ગણિત એટલું અટપટું છે કે જેથી એવી કહેણી પ્રચલિત બની છે કે – ‘મોહનીય મુંઝાવે’ ‘નામ નચાવે’. વિધર્ય પં. શ્રી રસિકભાઈએ પૂ. સાધ્વીજી મ. સાહેબને અધ્યયન કરાવતાં નોટો બનાવરાવીને અટપટા ગણિતને સ્પષ્ટ કરવા સારો પ્રકાશ પાથર્યો છે. અનુપયોગાદિના કારણે આ વિષયમાં કંઈ સ્ખલનાઓ થઈ હોય તો તેનું પરિમાર્જન કરવા આ વિષયના સ્વાધ્યાયપ્રેમીઓની પાસે તેનું સંશોધન કરાવીને નોટોને પુસ્તક સ્વરૂપ આપવા પ્રયત્ન કર્યો છે. આ સંબંધી કેટલાક ભાગનું મેં પણ નિરીક્ષણ કર્યું છે. પંડિતજીનો આ પ્રયત્ન ખરેખર તેના અભ્યાસીઓને સુંદર માર્ગદર્શન આપનારો બનશે એવી મારી ધારણા છે. અધ્યાપક રતિલાલ ચીમનલાલ દોશી 科科科科科粉料料粉料科科科科科科科科科释 મારું કંઈક ... મહર્ષિ ચન્દ્રમહત્તરાચાર્યકૃત સપ્તતિકા (છઠ્ઠો) કર્મગ્રંથ કે જેમાં અનેક પ્રકારના બંધ ઉદય અને સત્તાના સંવેધને લગતા અનેકવિધ ભાંગાઓ ભરપૂર આ મહાનગ્રંથ છે. જેના વિવરણો જુદી જુદી રીતે જુદા જુદા લેખકો તરફથી બહાર પડેલાં છે. તે આ મહાગ્રંથને બાળ જીવોને સારી રીતે સમજવા માટે તે બધા બહાર પડેલા ગ્રંથોની દૃષ્ટિએ વિશેષ સંસ્કરણ કરવા પૂર્વક પં. રસિકભાઈએ અથાક પ્રયત્ન કર્યો છે અને બહુ સારી રીતે સમજણમાં આવી જાય એવી શૈલી રાખીને આ ગ્રંથને ખૂબ સારી રીતે પુષ્ટ કરવામાં આવ્યો છે. જેથી આ ગ્રંથ વિદ્વદ્ભોગ્ય રહ્યો છે. એટલું નહી પણ બાળભોગ્ય પણ બની શકશે તે માટે પં. શ્રી રસિકભાઈને ખૂબખૂબ અભિનંદન ઘટે છે. છબીલદાસભાઈ કેશરીચંદ સંઘવી સુરત
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy