SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૪) સાધુ માટે રાંધેલા આહાર ન વાપર, તેમ, સંચય પણ ન કરે.) હવે એમ બતાવે છે કે, ઉપર પ્રમાણે ત્રણ કરણથી હિંસા ન કરવી. તેટલાથી સાધુ ન કહેવાય; પણ જેમાં, પાપકર્મનું ન કરવાનું કારણ છે, તે બતાવે છે. અન્ય જે શંકા અથવા, એકબીજાને ભય અથવા લજજા, તે લજજાવડે અથવા લજાને ધ્યાનમાં લઇને, પરસ્પર આશકા અથવા અપેક્ષાવડે, પાપના ઉપાદાનરૂપ-જે કર્મનું અનુષ્ઠાન છે, તે સાધુ ન કરે, એટલું પાપ ન કરવાથી મુનિ કહેવાય! એટલે જે, પરની લજજાથી પાપ ન કરે છે, તે સુનિ કહેવાય? ઉ. તેટલાથી મુનિ ન કહેવાય; પણ, અહના વિચારવાળે મુનિજ નિશ્ચયથી સાધુ છે. જે, તે પ્રમાણે, બીજી ઉપાધિના વશથી તે નિર્મળ ભાવવાળે ન હોય; તે, મુનિ ન કહે. મુનિપણના ભાવવાળે મુનિ કહેવાય. એટલે, સૂત્રમાં સરળ શિષ્ય ગુરૂને પુછે છે કે – કઈ સાધુ બીજા સાધુઓના ડર અથવા લજજાથી, આધાકમદિ આહાર ન લે, તે, તે મુનિ ભાવસાધુ કહેવાય કે નહિ? - આચાર્ય કહે છે બીજે વ્યાપાર છોડીને સાંભળ. - બીજી ઉપાધિ જે પાપના વ્યાપારરૂપ છે, તેને ત્યાગવોથી ભાવ સાધુપણું થાય છે, એથી એમ સમજવું કે, અંતકરણ નિર્મળ કરીને સાધુનાં અનુષ્ઠાન કરે તે જ ભાવસનિપણું છે. શિવાય નહિ,
SR No.023094
Book Titleacharanga sutra part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy