SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન : ભાગ-૧ ૩૨૫ બાંધેલ ઉપરની સ્થિતિનું દલીક વજીને બાકીનું સધળું ઉપશાંત થાય છે. ત્યાર પછી પ્રથમ સ્થિતિગત ૧ આવલીકાને તિબુક સંક્રમવડે સંજવલન માયામાં નાંખે છે અને સમયજૂન ૨ આવલીકાનું બાંધેલું દલીકપુરૂષવેદની જેમ ઉપશમાવે. અને સંક્રમાવે છે. ત્યારપછી સમયજૂન ૨ આવલિકાકાળે સંજવલનમાન ઉપશાંત થાય છે. જયારે સંજવલનમાનના બંધ - ઉદય - અને ઉદીરણા વિચ્છેદ થાય ત્યારે સંજવલન માયામાંની બીજીસ્થિતિમાંથી દલીકને ખેંચીને પ્રથમ સ્થિતિવાળુ કરી વેદે છે. તે સમયથી અપ્રખ્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય અને સંજવલન માયા આ ત્રણે પ્રકૃતિ ઉપશમાવવાની શરૂઆત કરે છે. સંજવલનમાયાની પ્રથમ સ્થિતી સમયપૂન ૩ આવલિકા બાકી રહે છતે અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાની માયાનું દલીક સંજવલન માયામાં નાંખતા નથી પણ સંજવલલોભમાં નાંખે છે. ૨ આવલિકા બાકી રહે ત્યારે આગાલવિચ્છેદ થાય છે. આવલિકાબાકી રહે ત્યારે સંજવલનમાયાના બંધ-ઉદય ઉદીરણા વિચ્છેદ થાય છે. તેજ વખતે અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાની માયા ઉપશાંત થાય છે. તે વખતે સંજવલન માયાની પ્રથમસ્થિતિગત ૧ આવલિકા અને સમયન્યૂન ૨ આવલીકાએ બાંધેલા બીજી સ્થિતિગત દલીક છોડીને બાકીનું સર્વ ઉપશાંત થાય છે. તે પ્રથમ સ્થિતિગત ૧ આવલિકાને સ્તબુક સંક્રમવડે સંજવલન લોભમાં સંક્રમાવે છે. અને સમયન્યૂન ૨ આવલિકાએ બાંધેલ દલીકને પુરૂષવેદની જેમ ઉપશમાવે છે અને સંક્રમાવે છે ત્યારબાદ સમયજૂન ૨ આવલિકા કાલે સંજવલનમાયા ઉપશાંત થાય છે. જે સમયે સંજવલનમાયા - નો બંધ- ઉદય- ઉદીરણાનો વિચ્છેદ થાય તે પછીના સમયથી સંજવલન લોભની બીજી સ્થિતિમાંથી દલીક આકર્ષીને લોભવેદક અધ્ધા એટલે લોભવદવાના કાળમાં રાસ ભાગ પ્રમાણ પ્રથમ સ્થિતિ પૂર્વોકત પ્રકારે કરે અને તેનું રૂંધન કરે અને વેદ - તે પ્રથમ સ્થિતિઘાત (૧/૩) એનું નામ અશ્વકરણઅધ્ધાકહેલ છે. બીજા ત્રીભાગનું નામ કિટ્ટીકરણ અધ્ધા કહેવાય છે. અશ્વકરણ અધ્ધાનું વર્ણન - અશ્વકરણ અધ્ધાનામે પ્રથમ ત્રણ ભાગે વર્તતો જીવ પૂર્વપૂર્વ વર્ધક થકી દલિક લઈને અપૂર્વ સ્પર્ધકો કરે છે. તે સ્પર્ધકનું વર્ણન આ પ્રમાણે
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy