SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન : ભાગ-૧ ત્યારે ઘટે છે આ ભાંગો ૧ થી ૫ ગુણસ્થાનકમાં ઘટે છે. આ રીતે તિર્યંચ આયુષ્યના નવભાંગા થાય છે. મનુષ્ય આયુષ્યના સંવેધ ભાંગાઓનું વર્ણન મનુષ્ય આયુષ્યનો બંધ મનુષ્ય જીવોનો પહેલા અને બીજા બે ગુણ સ્થાનકે હોય છે. મનુષ્ય આયુષ્યનો ઉદય ૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી હોય છે. મનુષ્ય આયુષ્યની સત્તા ૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી હોય છે. પરભવના મનુષ્ય આયુષ્યની સત્તા ૧ થી ૭ ગુણસ્થાનક સુધી હોય છે. જે મનુષ્યોએ મનુષ્ય આયુષ્ય બાંધ્યું હોય તિર્યંચ આયુષ્ય કે નરક આયુષ્ય બાંધેલું હોય તે મનુષ્યો ઉપશમ શ્રેણી પ્રાપ્ત ન કરતાં હોવાથી ૧ થી ૭ ગુણસ્થાનક સુધી સત્તા ઘટે છે. જે મનુષ્યોએ દેવ આયુષ્ય બાંધેલુ હોય એ મનુષ્ય ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરતાં હોવાથી ૧ થી ૧૧ મા ગુણસ્થાનક સુધી સત્તા ઘટે છે. (૧) અબંધ - મનુષ્ય આયુષ્યનો ઉદય – મનુષ્ય આયુષ્યની સત્તા આ ભાંગો ૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી ઘટે છે (૨) નરક આયુષ્યનો બંધ - મનુષ્ય આયુષ્યનો ઉદય - નરક - મનુષ્ય આયુ ની સત્તા આ ભાંગો ૮ કર્મ બાંધતા મનુષ્યને પહેલા ગુણસ્થાનકે હોય છે. તિર્યંચ આયુષ્યનો બંધ -મનુષ્ય આયુષ્યનો ઉદય - તિર્યચ, મનુષ્ય આયુની સત્તા આ ભાંગો ૮ કર્મ બાંધતા મનુષ્યને પહેલા બીજા ગુણ સ્થાનકે હોય છે. (૪) મનુષ્ય આયુષ્યનો બંધ - મનુષ્ય આયુષ્યનો ઉદય, મનુષ્ય, મનુષ્ય આયુષ્યની સત્તા આ ભાંગો મનુષ્યને ૮ કર્મનો બંધ કરતાં પહેલા અને બીજા ૨ ગુણસ્થાનકે હોય છે (૫) દેવ આયુષ્યનો બંધ - મનુષ્ય આયુષ્યનો ઉદય-દેવ-મનુષ્ય આયુષ્યની સત્તા આ ભાંગો ૮ કર્મ બાંધતા મનુષ્યોને ૧ - ૨ - ૪ - ૫ - ૬ અથવા ૭ ગુણસ્થાનકે હોય છે. અબંધ, મનુષ્ય આયુષ્યનો ઉદય, નરક, મનુષ્ય આયુષ્યની સત્તા આ ભાંગો આયુષ્યબંધ પછી ૭ કર્મનો બંધ કરતા ૧ થી ૭ ગુણસ્થાનકમાં હોય છે (૭) અબંધ - મનુષ્ય આયુષ્યનો ઉદય – તિર્યંચ મનુષ્ય આયુષ્યની સત્તા આ ભાંગો આયુષ્યબંધ પછી ૭ કર્મ બાંધતાં ૧ થી ૭ ગુણસ્થાનકે હોય છે. (૩)
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy