SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫o કર્મગ્રંથ - ૪ ચતુઃસંયોગી ભાંગાઓનું વર્ણન – ૫ ભાંગા હોય છે. (૧) ૧-૨-૩-૪ ઉપશમભાવ - ક્ષાયિકભાવ - ક્ષયોપશમભાવ - ઔદયિકભાવ. (૨) ૧-૨-૩-૫ ઉપશમભાવ – ક્ષાયિકભાવ – ક્ષયોપશમભાવ - પારિણામિકભાવ. (૩) ૧-૨-૪-૫ ઉપશમભાવ - ક્ષાયિકભાવ - ઔદયિકભાવ - પારિણામિકભાવ. (૪) ૧-૩-૪-૫ ઉપશમભાવ - ક્ષયોપશમભાવ - ઔદયિકભાવ - પારિણામિકભાવ. (૫) ૨-૩-૪-૫ ક્ષાયિકભાવ – ક્ષયોપશમભાવ - ઔદયિકભાવ - પારિણામિકભાવ. આ ૫ ભાંગામાંથી છેલ્લા બે ભાંગા એટલે કે ૪થો ઉપશમ – ક્ષયોપશમ - ઔદયિક - પારિણામિક ભાંગો ઘટે છે. તે આ રીતે, ઉપશમભાવે સમક્તિ, ક્ષયોપશમભાવે જ્ઞાનાદિ, ઔદયિકભાવે ગતિ આદિ અને પારિણામિકભાવે જીવત્વ આદિ. આ ભાંગો ચારે ગતિમાં સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા ઉપશમસમતિમાં વિદ્યમાન જીવોને હોય છે. માટે ચારે ગતિને આશ્રયીને ચાર ભાંગા ઘટે છે. પમો ક્ષાયિક - ક્ષયોપશમ - ઔદયિક – પારિણામિક ભાગો ઘટે છે. તે આ રીતે, ક્ષાયિકભાવે સમકિત, ક્ષયોપશમભાવે જ્ઞાનાદિ, ઔદયિભાવે ગતિઆદિ અને પારિણામિકભાવે જીવ–આદિ. આ ભાંગો ચારે ગતિમાં રહેલા ક્ષાયિકસમક્તિી જીવોને હોય છે. નારકીમાં ૧ થી ૩ નારકમાં, તિર્યંચમાં અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો, મનુષ્યમાં સંખ્યાત, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યો, દેવમાં વૈમાનિક દેવલોક હોય છે. આ કારણથી ચાર ગતિને આશ્રયીને ચાર ભાંગા ગણાય છે. પંચ સંયોગી ભાંગાઓનું વર્ણન – એક ભાંગો હોય છે. ૧-૨-૩-૪-૫. ઉપશમ - ક્ષાયિક – ક્ષયોપશમ - ઔદયિક - પારિણામિક. આ ભાંગો ૧૧મા ગુણસ્થાનકે રહેલા લાયિન્સમકિતી જીવે ઉપશમ
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy