SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન 3 પુદ્ગલો જગતમાં રહેલા છે, તેની અંતર્ગત એ વર્ગણાઓની વચમાં વચમાં છએ વર્ણવાળા લેશ્યાઓના પુદ્ગલો જગતમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. લેશ્યાનાં પુદ્ગલો યુક્ત આત્માનો જે અધ્યવસાય એટલે કે પરિણામ તે ભાવ લેશ્યા કહેવાય છે. આ લેશ્યાના છ ભેદ હોય છે. ૭. બંઘહેતુ - જગતમાં રહેલા કાર્મણ વર્ગણાના પુગલોને ગ્રહણ કરીને કર્મરૂપે પરિણમન કરવાના કારણભૂત એટલે કે જે કારણો હોય છે. તે બંઘહેતુ કહેવાય છે. આ બંધહેતુના મૂળભેદ ચાર હોય છે. અને ઉત્તરભેદ સત્તાવાન હોય છે. ૮. અલ્પબહુત્વ - માર્ગણા અને ગુણસ્થાનકને વિષે તથા જીવભેદને વિષે ક્યા ક્યા જીવો કોણ કોનાથી કેટલા કેટલા વધારે ઓછા કે સરખા હોય છે તેનું જે વર્ણન, તે અલ્પબહુત્વ કહેવાય છે. આ અલ્પબહુત્વ મૂળ ચૌદ માર્ગણાને વિષે અને ચૌદ ગુણસ્થાનકને વિષે કહેવાશે. ૯. ભાવ - જીવો તથા અજીવોને વિષે તે તે રૂપે પરિણમન પામવું એટલે કે સમયે સમયે જીવ અને પુદ્ગલને વિષે પરિવર્તન થયા કરવું તે ભાવ કહેવાય છે. તેના મૂળ ભેદ પાંચ અને ઉત્તરભેદ ત્રેપન થાય છે. ૧૦. સંખ્યાતાદિ - જે આંક ગણી શકાય તે સંખ્યા કહેવાય. તથા પ્યાલાઓના માપ વડે માપી શકાય તે સંખ્યા કહેવાય. તથા ઉત્કૃષ્ટ સંખ્યામાં એકની સંખ્યા અધિક કરતાં જે ગણી ન શકાય અને માપી ન શકાય તે અસંખ્યાતુ કહેવાય છે. આના સંખ્યાત, અસંખ્યાત અને અનંતરૂપ એમ ત્રણ ભેદ અને તેના ઉતરભેદ એવીસ થાય છે. આ રીતે સંક્ષેપમાં આ દસ દ્વારોનું વર્ણન કહેવાશે. આ દસ દ્વારોનાં વિભાગો કરીને જીવભેદ, માર્ગણા અને ગુણસ્થાનકને વિષે કુલ છવ્વીસ દ્વાર કહેવાશે. તે આ પ્રમાણે ચૌદ જીવભેદને વિષે આઠ દ્વાર કહેવાશે તેના નામો ૧. ગુણસ્થાનક ૨. યોગ ૩. ઉપયોગ ૪ લેશ્યા ૫. મૂળ કર્મના બંઘસ્થાન ૬. મૂળ કર્મના ઉદયસ્થાન ૭. મૂળ કર્મના ઉદીરણાસ્થાન અને ૮. મૂળ કર્મના સત્તા સ્થાનો
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy