SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ ૯૨ ૪ પહોળો, એક હજાર યોજન ઊંડો, આઠ યોજન જગતિવાળો અને બે ગાઉની વેદિકા સાથે હોય છે. એટલે કુલ એક હજાર યોજન અને સાડા આઠ યોજન શિખા સાથે થાય છે. આ પ્યાલાને સરસવના દાણાથી શિખા સાથે સંપૂર્ણ ભરવો. જે ભર્યા પછી તેમાં એક દાણો આવી ન શકે તેવી રીતે ભરવો. આવા એક પ્યાલામાં કેટલા સરસવના દાણા સમાય છે તેનું ગણિત આ પ્રમાણે છે. એક યવની પહોળાઈમાં આઠ સરસવ સમાય છે. ૮ યવ બરાબર એક અંગુલ. એટલે એક અંગુલમાં ૬૪ સરસવ સમાય છે. તે આ રીતે ૮ યવ × ૮ સરસવ = ૬૪ થયા. ૨૪ અંગુલ = ૧ હાથ થાય છે. માટે એક અંગુલમાં ૬૪ સરસવને કારણે ૬૪ x ૨૪ અંગુલ કરતાં ૧૫૩૬ સરસવ થયાં. ૪ હાથનો એક ધનૂષ થાય છે. તેથી ૧૫૩૬ સરસવને ૪ થી ગુણતાં ૬૧૪૪ સરસવ થાય છે. બે હજાર ધનુષ્યનો ૧ ગાઉ થાય છે. તેતી ૬૧૪૪ સરસવ x ૨૦૦૦ કરવાથી = ૧૨૨૮૮૦૦૦ સરસવ થાય. એટલે ૧ ગાઉમાં ૧૨૨૮૮૦૦૦ સરસવ સમાય છે. ચાર ગાઉ = ૧ યોજન થાય છે તે કારણથી ૧૨૨૮૮૦૦ × ૪ = ૪૯૧૫૨૦૦0 સરસવ થાય છે. આટલા સરસવો એક સૂચિ યોજનમાં આવે છે. સૂચિનો વર્ગ કરવાથી પ્રતરનું ગણિત થાય છે તે આ પ્રમાણે : ૪૯૧૫૨૦૦૦ ૨૪ કોડાકોડિ, ૧૫ લાખ, ૯૧ હજાર ૪ ૪૯૧૫૨૦00 ૯૧૦ કરોડ અને ૪૦ લાખ સરસવ થાય છે. ૯૮૩૦૪૦૦૦000 ૨૪૫૭૬૦ × ૦૦૦૦૦૦ ૪૯૧૫૨ XX ૦૦૦૦૦૦ ૪૪૨૩૬૮ XXX 000000 ૧૯૬૬૦૮ XXXX 000000 ૨૪૧૫૯૧૯૧૦૪૦૦૦૦૦૦
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy