SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ વિવેચન નિયમ-૩ = અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચોને વિષે ક્ષાયિક સમક્તિ હોય છે. નિયમ-૪ = દેશવિરતિ ગુણસ્થાનકે એક ક્ષયોપશમ સમક્તિ જ હોય નિયમ-૫ = મતાંતરે દેશવિરતિ ગુણસ્થાનકે અનાદિ મિથ્યાષ્ટિ જીવ ઉપશમ સમક્તિની સાથે દેશવિરતિપણું પ્રાપ્ત કરતો હોય તો ઉપશમ સમક્તિ હોય છે. યુગલિક તિર્યંચોને વિષે બંધ પ્રકૃતિનું વર્ણન : આ જીવો અલ્પકષાયી હોવાથી નિયમા દેવગતિ પ્રાયોગ્ય પ્રકૃતિ બાંધે છે. આ જીવોને ૧ થી ૪ ગુણસ્થાનક હોય છે. તેથી ભવપ્રત્યયથી જ એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, નારકી, મનુષ્ય અને તિર્યંચ પ્રાયોગ્ય પ્રકૃતિઓનો બંધ કરતા નથી. કુલ ૪૧ પ્રકૃતિઓ બાંધતા નથી. મોહનીય ૧ = નપુંસકવેદ. આયુ ૩, નામ ૩૬, ગોત્ર ૧. આયુ ૩, નરકાયુ, તિર્યંચાયુ, મનુષ્યાયુષ્ય. નામ ૩૬ પિડપ્રકૃતિ ૨૬ - પ્રત્યેક ૩ - સ્થાવર ૭. પિંડપ્રકૃતિ ૨૬ = નરકગતિ, તિર્યંચગતિ - મનુષ્યગતિ, એકેન્દ્રિયાદિ - ૪ જાતિ, ઔદારિક-આહારક શરીર, ઔદારિક-આહારક અંગોપાંગ, ૬ સંઘયણ, પહેલા સિવાયના ૫ સંસ્થાન – અશુભ વિહાયોગતિ, નરક – તિર્યંચ - મનુષ્યાનુપૂર્વી. પ્રત્યેક ૩ = આતપ - ઉદ્યોત - જિનનામ સ્થાવર ૭ = સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, દુર્ભગ - દુસ્વર - અનાદેય. ગોત્ર ૧ = નીચગોત્ર. ઓધે તથા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૭૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના – વેદનીય–મોહનીય-આયુષ્યનામ – ગોત્ર.- અંતરાય. ૫ ૯ ૨ ૨૫૧ ૩૧ ૧ ૫ = ૭૯ નામ ૩૧ = પિંડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૩.
SR No.023078
Book TitleKarmgranth 3 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy