SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૨ વિવેચન (૧૪) અયોગી કેવળી ગુણસ્થાનક : સુક્ષ્મ કે બાદર કોઈપણ પ્રકારના યોગ વિનાના કેવળી ભગવંતનું ગુણસ્થાનક તે અયોગી કેવળી ગુણસ્થાનક કહેવાય છે. કર્મોનો નાશ કરવા વ્યુપરતક્રિયા અનિવૃત્તિ નામના શુકલધ્યાનના ૪થા પાયા ઉપર આરૂઢ થાય છે. (સર્વ વસ્તુગત સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ) પછી કોઈપણ પ્રયત્ન વિના ઉદય આવેલ કર્મોનો ભોગવવા વડે ક્ષય કરે છે અને જેનો ઉદય નથી તેને વેધમાન પ્રકૃતિમાં સ્તીબુકસંક્રમ વડે સંક્રમાવતો ને વેધમાન અનુભવતો આ ગુણસ્થાનકના ઉપાંત્યસમયે સત્તામાં રહેલી ૮૫ પ્રકૃતિઓમાંથી ૭૨ અથવા ૭૩ પ્રકૃત્તિઓનો નાશ કરે છે. વેદનીય ૧, ગોત્ર -૧, નામ ૭૦ = ૭૨ - - - ૭૧ = ૭૩ શાતા અથવા અશાતા વેદનીય-નીચગોત્ર-દેવગતિ-પાંચશરીર-૩ અંગોપાંગ - ૫ બંધન ૫ સંઘાતન ૬ સંઘયણ - ૬ સંસ્થાન ૫ ર્વણ ૨ ગંધ - ૫ રસ ૮ સ્પર્શ-દેવાનુપૂર્વિ-૨ વિહાયોગતિ-પરાઘાત-ઉચ્છ્વાસ-અગુરૂલઘુ-નિર્માણઉપઘાત-પ્રત્યેક-સ્થિર-શુભ-સુસ્વર-અપર્યામ અસ્થિર-અશુભ- દુર્ભગ-દુસ્વર-અનાદેય અને અશય આ ૭૨ પ્રકૃતિઓ તેમાં મનુષ્યાનુપૂર્વી દાખલ કરતાં ૭૩ પ્રકૃતિઓ થાય છે. આ પ્રકૃતિઓનો નાશ થયે છેલ્લે સમયે જેનો ઉદય વિધમાન છે એવી ૧૨ અગર ૧૩ પ્રકૃતિઓનો (શાતા અથવા અશાતા વેદનીય-ઉચ્ચગોત્ર-મનુષ્ય આયુષ્ય મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ જિનનામકર્મ - ત્રસ બાદર પર્યાપ્ત - શુભગ આદેય અને યશ અથવા મનુષ્યાનુપૂર્વિ સાથે ૧૩) સત્તામાંથી નાશ કરે છે. ત્યાર પછીના સમયે ઋજુગતિએ બીજા સમયને નહિં સ્પર્શતો તેજ સમયે જેટલા આકાશ પ્રદેશની અવગાહના છે તેટલા જ આકાશ પ્રદેશને અવગાહતો સિદ્ધ અવસ્થાના પહેલા સમયે લોકાંતે જાય છે અને ત્યાં શાશ્વતકાળપર્યંત તેજ સ્થિતિમાં રહે છે. · - ૩૯ - ઉર્ધ્વગતિ સ્વભાવ વડે, પૂર્વ પ્રયોગ વડે, બંધન છેદ વડે આસંગ તજવા વડે આ ચાર દૃષ્ટાંતે લોકાંતે જાય છે. જીવ અસ્પૃશ્યગતિએ સિદ્ધ થાય છે એટલે માર્ગમાં જે આકાશપ્રદેશો આવે તેને સ્પર્શ કર્યા વિના ચાલ્યો જાય છે. જો સ્પર્શ કરતો જાય તો તે એજ એક સમયે પહોંચે નહિ આ વાત ઉવવાય સૂત્ર નિવૃત્તિમાં છે. મહાભાષ્યની વૃત્તિમાં જીવ અવગાઢ કરેલા પ્રદેશો સિવાયના બીજા પ્રદેશોને સ્પર્યા વિના જાય છે. આવા શબ્દો લખેલા છે.
SR No.023077
Book TitleKarmgranth 2 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy