SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ કર્મગ્રંથ-૨ વિવેચન પાગ તેઓ આરંભ આદિથી જે કોઈ પાપ કરે તેને વખાણે નહિ, સાંભળે નહિ અનુમોદે પાગ નહિં, તેમાં સંમતિ આપે નહિં અને તેની પ્રવૃત્તિને સારી માને પણ નહિં માત્ર ઘરે જમવા પુરતું જઈ જમીને તરતજ પાછો ઉપાશ્રયમાં આવે આવો શ્રાવક સર્વ શ્રાવકોને વિષે ઉત્કૃષ્ટ શ્રાવક ગણાય છે. ચોથા ગુણસ્થાનક કરતાં આ ગુણસ્થાનકે રહેલા જીવનો પરિણામ અનંતગાર વિશુદ્ધ હોય છે. આ ગુણસ્થાનકે અસંખ્યાતા વિશુધ્ધિ સ્થાનકો હોય છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન મંદ કોટીનું હોય છે. સામાન્ય રીતે ધર્મધ્યાનના સંકલ્પો - વિકલ્પ વિશેષ રીતે વિશુદ્ધિવાળા હોય છે. શ્રાવકના પાંચે આગવ્રત એટલે દયા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ પરિમાણ સવાવસા જેટલા જ હોય છે. (૧ ૧/૪) (૧) સ્થળ પ્રાણાતિપાત વિરમણ વ્રતને વિષે સ્થાવર જીવોની જયણા - ત્રણ જીવોનો ત્યાગ - તેમાં આરંભને વિષે જયણા સંકલ્પથી (હિંસા) ત્યાગ - અપરાધી જીવોની જયણા - નિરપરાધીનો ત્યાગ - સાપેક્ષપણાની જયણા અને નિરપેક્ષપાણાનો ત્યાગ હોય છે. (૨) સ્થળ મૃષાવાદ વિરમણ વ્રતને વિષે સુક્ષ્મ મૃષાવાદની જ્યણા - સ્થળ મોટા પાંચ જુઠાનો ત્યાગ - તેમાં બીજા માટે જણા પોતાને માટે ત્યાગ - સ્વજન અર્થે જયણા પરજન અર્થે ત્યાગ - ધર્મ અર્થે જયણા ને બીજાના અર્થે ત્યાગ જાણવો. (૩) સ્થળ અદત્તાદાન વિરમણ વ્રતને વિશે સુક્ષ્મ અદત્તાદાનની જયાણા - સ્થળ રાજદંડ ઉત્પન્ન થાય તેવી ચોરીનો ત્યાગ તેમાં સામાન્ય વ્યવહારમાં જયાણા - ચોરીના વ્યાપારનો ત્યાગ-રાજ્ય અનિગ્રહમાં જયણા - રાજ્ય નિગ્રહનો ત્યાગ - અલ્પની જ્યાગા - અધિકનો ત્યાગ હોય છે. (૪) સ્થળ મૈથુન વિરમણ વ્રતને વિષે - મનવચનથી જયાણા, કાયાથી અબ્રહ્મચર્યનો ત્યાગ-સ્વસ્ત્રીની જયગા-સ્ત્રીનો ત્યાગ (લગ્ન) કરાવવાની જયણા, (લગ્ન) કરવાનો ત્યાગ-સ્વતિર્યંચ જયાણા-પરતિર્યંચનો ત્યાગ જાણવો. (૫) સ્થળ પરિગ્રહ પરિમાણ વ્રતને વિષે - અત્યંતર પરિગ્રહની જયણા - બાહ્ય પરિગ્રહનો ત્યાગ - અલ્પ પરિગ્રહની જયણા ઘણા પરિગ્રહનો ત્યાગ - પરમાટે યાણા - સ્વ માટેનો ત્યાગ - સ્વજન માટે જયણા - પરજન માટે ત્યાગ જાણવો. આ રીતનું વર્ણન રત્નસંયચ નામના ગ્રંથમાં આવે છે. ગૃહસ્થના ત્રણ મનોરથો હોય છે.
SR No.023077
Book TitleKarmgranth 2 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy