SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૨ વિવેચન (૫) યથાશક્તિ તપશ્ચર્યા કરવી (૬) સાતક્ષેત્રોમાં શકિતમુજબ દાન આપવું. શ્રાવકના ૧૨ વ્રતોના નામ : · ૫ અણુવ્રત ૩ ગુણવ્રત પાંચ અણુવ્રત : (૧) સ્થળ હિંસાનો ત્યાગ (૨) સ્થુળ મૃષાવાદનો ત્યાગ (૩) સ્થુળ અદત્તાદાનનો ત્યાગ (૪) પરસ્ત્રીનો ત્યાગ સ્વદારા સંતોષ (૫) સ્થુળ પરિગ્રહનું પરિમાણ - ત્રણ ગુણવ્રત : (૧) પોતાને જવા આવવા માટે અમુકદિશાનું પરિમાણ કરે (૨) ભોગ ઉપભોગમાં આવતાં પદાર્થોને વિષે નિયમન કરવું (૩) અનર્થદંડના ચાર પ્રકાર કહેલા છે તેમાં (૧) પ્રમાદ આચરિત સાવઘ પ્રવૃતિ (૨) પાપધ્યાન એટલે કે પાપના વિચારો કરવા (૩) હિંસા પ્રદાન (૪) પાપોપદેશ આ ચારેનું નિયમન કરવું તે ત્રીજું ગુણવ્રત કહેવાય છે. - - ચાર શિક્ષાવ્રત : (૧) સામાયિક વ્રત યથાશકિત ગ્રહર કરવું. સામાયિકના ૪ અંગ કહ્યાં છે. (૧) સમતા (૨) સંગમ (૩) શુભભાવના (૪) અપધ્યાનનો ત્યાગ એટલે આર્ત તથા રૌદ્રધ્યાનનો ત્યાગ સામાયિકના આઠ નામ કહેલાં છે. (૧) સામાયિક એટલે સમતામાં રહેવું તે. (૨) સામાયિક - દયાસહિત રહેવું અને પ્રવૃત્તિ કરવી તે. (૩) સમવાદ મધ્યસ્થ રહેવું તે. (૪) સમાસ થોડા અક્ષરમાં તત્ત્વને જાણવું તે. (૫) સંક્ષેપ - થોડા જ અક્ષરમાં કર્મનો નાશ થાય તેવો દ્વાદશાંગીનો અર્થ વિચારવો પાપ વગરનું આદરવું તે. (૬) અનવઘ (૭) પરિજ્ઞા - તત્ત્વનું જાણવાપણું જે સામાયિકમાં પ્રાપ્ત થાય તે. (૮) પ્રત્યાખ્યાન નિષેધ કરેલ વસ્તુનો સંદતર ત્યાગ કરવો તે. સામાયિકના ચાર પ્રકાર : (૧) શ્રુત સામાયિક (૨) સમકિત સામાયિક (૩) દેશ વિરતિ સામાયિક (૪) સર્વવિરતિ સામાયિક (૧) શ્રુત સામાયિક : શ્રુત ભણવા વાંચવા સાંભળવા માટે અભિગ્રહ કરીને બેસવું તે દ્યુત સામાયિક · ૨૭ ૪ શિક્ષાવ્રત =
SR No.023077
Book TitleKarmgranth 2 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy