SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૨ વિવેચન રહેલ અનંતમા ભાગમાંથી તેનો અનંતમો ભાગ રાખીને બાકીના બધાનો અંતરમુહૂર્તમાં નાશ કરે છે ફરી પાછો તેજ પ્રમાણે કિયા કરે છે. એક સ્થિતિઘાત નાશ થાય તેટલા કાળમાં હજારો રસઘાત થાય છે. આ પ્રમાણે રસનો ઘાત થવાથી ઉત્તરોત્તર અલ્પ રસવાળા દલિકો નીચે ઉતરે છે. જેથી અધ્યવસાયની નિર્મળતા વધતી જાય છે. ગુણશ્રેણી : જે સ્થિતિનો સ્થિતિઘાત કરે છે તેમાંથી દલિકો ગ્રહણ કરીને ઉદય સમયથી આરંભીને સમયે સમયે અસંખ્યાતગુણા અસંખ્યાતગુણા (ભોગવાય તેમ) ગોઠવે છે. સમયે સમયે અસંખ્યાતગુણા ઉપાડે છે. અને અસંખ્ય-અસંખ્યગુણા ગોઠવે છે. પહેલે સમયે જે દલિતો ઉપાડયા તેઆખી શ્રેણીમાં ગોઠવાઈ જાય છે. બીજે સમયે જે અસંખ્યાતગુણા ઉપાડયા તે પણ આખી શ્રેણીમાં ગોઠવાઈ જાય છે પણ પહેલો સમય ભોગવાઈ ગયો જેથી ગોઠવવાનું એક સ્થાન ઘટયું તેમ એક સમયે ભોગવાતો સમય ગોઠવવાના સ્થાનમાં ઘટે જવાનો, કારણ ઉદય સમયે ભોગવાય તેમ ઘટતો જાય. તેમ શ્રેણીના ઉપરના સમય વધતા નથી આ શ્રેણીની રચના અનિવૃત્તિકરણ પૂર્ણ થયા પછી પણ થોડો સમય સુધી ઉદય આવે ત્યાં સુધી દલિકો ગોઠવવાની શ્રેણીની રચના થાય છે આ ગુણશ્રેણી અંતરમુહૂર્તના સમય પ્રમાણ સ્થાનકોની હોય છે. અપૂર્વ સ્થિતિબંધ : એક સરખો સ્થિતિઘાત જેટલા સમય રહે તેટલા કાળને બંધ કાળાધ્ધ બંધકાળ કહે છે. સ્થિતિબંધ અને સ્થિતિઘાત બન્નેનો કાળ એક સરખો છે જેટલા સ્થિતિઘાત થાય છે તેટલા સ્થિતિબંધ કાલામ્બા થાય છે. જે પ્રમાણે સ્થિતિનો ઘાત થાય છે તે જ પ્રમાણે સ્થિતિબંધ પણ ઓછો થાય છે. આવા સ્થિતિબંધ કાલાબા અપૂર્વકરણમાં હજારો થાય છે જેથી અપૂર્વકરણના પ્રથમ સમય કરતાં ચરમ સમયે સંખ્યાતમોભાગ સ્થિતિબંધ થાય છે. આ અપૂર્વકરણનો કાળ એક અંતરમુહૂર્તનો હોય છે આ કાળ પૂર્ણ થતાં આ જીવ અનિવૃત્તિકરણ નામના અધ્યવસાયને પામે છે. અનિવૃત્તિકરણ એટલે જે અધ્યવસાય સમકિત પ્રાપ્ત કરાવ્યા વિના પાછો ફરવાનો નહિ તે અનિવૃત્તિકરણ અધ્યવસાય કહેવાય છે. આ અધ્યવસાયનો કાળ એક અંતમુહૂર્તનો હોય છે. આ કાળમાં જે પુરૂષાર્થ થાય છે તે બતાવે છે. - મિથ્યાત્વની અંત:કોટી કોટી સાગરોપમ જેટલી સ્થિતિ સત્તામાં જે રહેલી છે તેના ૩ ભાગ કરે છે તેમાં પહેલો ભાગ એક અંતરમુહૂર્ત સ્થિતિ સત્તાવાળો હોય છે કે જે પહેલી સ્થિતિ અનિવૃત્તિકરણ કાળની ગણાય છે. બીજો ભાગ એક
SR No.023077
Book TitleKarmgranth 2 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy